________________
ઉપદેશમાલા ભાગ-૨
ગાથા
૧૩૪
ટીકાર્થ ઃ
निहतानी બાવન્ત કૃતિ । નિહત-અનિહત ઈન્દ્રિયોને પ્રયત્નથી ઘાત કર,
તેમાં નિહતનો અર્થ સ્પષ્ટ કરે છે
ઇષ્ટ-અનિષ્ટ એવા પોતાના વિષયમાં રાગ-દ્વેષના પરિહારથી તેના કાર્યનો અભાવ થવાને કારણે (ઈન્દ્રિયો) પ્રલયને પમાડાઈ. તેથી નિહત છે અને અવિહત છે; કેમ કે આકાર દેખાય પોતાના વિષયને ગ્રહણ કરે છે. તેથી ઇન્દ્રિયો કથંચિત્ નિહત છે, કથંચિદ્ અવિહત છે. તે કહેવાયું
અને
છે
ચક્ષુના વિષયને પામેલા રૂપને નહિ જોવા માટે શક્ય નથી. વળી ત્યાં=ચક્ષુના વિષયમાં, જે રાગ-દ્વેષ તેને બુધ પુરુષ ત્યાગ કરે. ॥૧॥ ()
અને તેથી રાગ-દ્વેષ ન થાય તે પ્રકારે વિહત અને વિષયોનો બોધ થાય તે પ્રકારે અનિહત તે ઇન્દ્રિયો છે, નક્ વિશિષ્ટ એવા એવા પ્રકારના વચનથી સમાસ છે, સાધુની ઇન્દ્રિયો નિહતઅનિહત હોય છે=અંતરંગ રીતે સંવૃત હોવાને કારણે રાગનો પરિણામ ઉલ્લસિત ન થાય અને ઈન્દ્રિયો સાથે વિષયનો સંપર્ક થાય ત્યારે આકાર માત્રનું દર્શન થાય કે તેના વિષયમાત્રનું ગ્રહણ થાય, પરંતુ સંશ્લેષ ન થાય એ રીતે નિહતાનિહત ઇન્દ્રિયોવાળા સાધુ હોય છે. ગાથામાં રહેલો = શબ્દ ગળે પછી સંબંધ કરાય છે અને જ્ઞળ શબ્દને સંસ્કૃતમાં ળ કહેવાય છે અને તે અહીં=સાધુજીવનમાં, કર્મ છે; કેમ કે તેના વશથી=કર્મના વશથી, ભવરૂપી કેદખાનામાં અવસ્થાન છે અને તેથી કેવલ ઇન્દ્રિયો નહિ, તો શું ? એથી કહે છે – સાધુઓને ઋણ વિહત-અનિહત વર્તે છે=કર્મરૂપી ઋણ ઘણું હણાયેલું છે, થોડું નહિ હણાયેલું છે, જે કારણથી આ પ્રમાણે છે=થોડું ઋણ ચૂકવવાનું બાકી છે એ પ્રમાણે છે. આથી ઘાત કર, હે મુનિ ! પ્રયત્નથી=કર્તૃભૂત એવા પ્રયત્નથી, સ્વયં પ્રયોજક નહિ થઈને=ઇન્દ્રિયોને પ્રવર્તાવવામાં સ્વયં પ્રયોજક નહિ થઈને, બળેલા દોરડા જેવી પણ ઇન્દ્રિયોને અને કર્મને પ્રયત્નથી, તું નાશ કર, જ્યાં સુધી હજુ પણ સર્વથા ઘાત પ્રાપ્ત થતો નથી, ત્યાં સુધી શું કરવું જોઈએ ? એથી કહે છે અહિત અર્થમાં=પોતાના વિષયમાં રાગ-દ્વેષ કરવારૂપ અહિત અર્થમાં પ્રવર્તતી ઇન્દ્રિયોને વિહત કરવી જોઈએ=ઇન્દ્રિયોનો નિરોધ કરવો જોઈએ. હિત કાર્યમાં=ભગવાનના આગમનું શ્રવણ-જિનબિંબનું અવલોકન વગેરેમાં, નિપુણ કરવી જોઈએ અને તે રીતે કરાયેલી પૂજનીય થાય છે.
ભાવાર્થ:
સાધુ વીતરાગ નથી, તેથી નિમિત્તોને પામીને ઇન્દ્રિયોના વિકારો થાય તેવી પરિણતિ વિદ્યમાન છે, તોપણ સુસાધુ તત્ત્વના ભાવનથી ઇન્દ્રિયોને નિહત કરે છે. તેથી વિષયોમાં રાગ-દ્વેષના પરિહારપૂર્વક પ્રવર્તે છે. પરંતુ વસ્તુના બોધમાં નિહત કરાયેલી નથી, તેથી સાધુને ઇન્દ્રિયોથી શેયનું જ્ઞાન થાય છે તોપણ તે જ્ઞેય આ મને ઇષ્ટ છે, આ મને અનિષ્ટ છે, તેવા પરિણામો કરાવતું નથી, માટે સાધુની