________________
ઉપદેશમાલા ભાગ-૨
અવતરણિકા :
तथाहि
૧૪૨
ભાવાર્થ :
મદનાં આઠ સ્થાનો છે, તેમાં અન્ય કરતાં જે પોતાની પાસે અધિક દેખાય તેને આશ્રયીને હું અધિક છું, એવો અધ્યવસાય કરે તે મદ છે. આથી વિવેકી પુરુષો સર્વ પ્રકારના મદના નિવારણ માટે પૂર્વે તેવા ગુણવાળા પુરુષો થયા, તેમના પ્રત્યે નમ્ર પરિણામ ધારણ કરનારા હોય છે. જેથી તેઓની જાતિ આગળ પોતાનાં જાતિ આદિ સદા અલ્પ દેખાય અને મદ થાય નહિ. જેમ ઋષભદેવના વંશની આગળ પોતાની જાતિ તુચ્છ છે, તો અન્યની હલકી જાતિ જોઈને પોતે મદ ક૨વો જોઈએ નહિ. વળી સાધુવેષમાં રહેલા કલ્યાણના અર્થી જીવો પણ શ્રુતને ભણીને હું કંઈક છું, હું બુદ્ધિમાન છું ઇત્યાદિ મદ કરે અથવા પોતાના શ્રુતજ્ઞાનની પ્રશંસા સાંભળીને કંઈક હર્ષિત થાય, તે સર્વ મદનો પરિણામ છે. તેથી વિવેકી પુરુષો ગણધરો આદિના શ્રુતજ્ઞાન પ્રત્યે હંમેશાં નમેલા હોય છે, તેથી તેમની તુલનામાં પોતાનું શ્રુતજ્ઞાન તુચ્છ જોઈને તેમને ક્યારેય મદ થતો નથી અને આઠ પ્રકારના મદમાંથી કોઈક નિમિત્તે પોતે બીજા કરતાં કંઈક અધિક છે, તે પ્રકારે ભાવો જેઓ કરે છે, તેઓ જાતિ આદિ હીન પામે તેવાં ઘણાં અશુભ કર્મો બાંધે છે. તેથી ઘણા ભવો સુધી જેનો મદ કર્યો છે, તેની હીનતાની પ્રાપ્તિ થાય છે. II૩૩૦મા
ગાથા ૩૩૦, ૩૩૧-૩૩૨
અવતરણિકાર્થ :
તે આ પ્રમાણે=જાતિ આદિ મો આ પ્રમાણે છે
ગાથા:
जाईए उत्तमा, कुले पहाणम्मि रूवमिस्सरियं । बलविज्जाए तवेण य, लाभमएणं व जो खिसे ।। ३३१ ।।
ગાથાર્થ ઃ
ઉત્તમ જાતિથી પ્રધાન કુળ હોતે છતે રૂપ ઐશ્વર્યને આશ્રયીને, બળવિધાથી તપથી કે લાભમદથી જે હિંસા કરે=હીલના કરે, તેનું શું ? એ આગળની ગાથા સાથે સંબંધ છે. II૩૩૧II
ટીકા
जात्या उत्तमया हेतुभूतया, कुले प्रधाने सति रूपमैश्वर्यमाश्रित्य बलेन सह विद्या बलविद्या तया हेतुभूतया, तपसा च लाभमदेन वा यो मन्दबुद्धिः 'खिसे' त्ति खिसेत् परं हीलयेत् यदुताहं सुजात्योऽयं तु कुजात्य इत्यादि । । ३३१ । ।