________________
૧૫૭
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪-૩૪૩
ભાવાર્થ :
આત્માના પારમાર્થિક બોધ પ્રત્યેનું જીવનું વલણ એ રૂપ રુચિ અને આત્માના પારમાર્થિક સ્વરૂપમાં વિશ્રાંતિરૂપ ચારિત્ર જે શમભાવની પરિણતિરૂપ છે, તેને અભિમુખ નમેલો જે પરિણામ તે વિનય છે. આથી જ જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, એમ ત્રણ ભેદોની પ્રાપ્તિ છે અને તે જ્ઞાન-દર્શનચારિત્રવાળા મહાત્મામાં ઉચિત અભ્યત્થાનાદિ ક્રિયા તે ગુણો પ્રત્યે બહુમાનભાવની વૃદ્ધિ થાય તેવો ઉપચાર વિનય નામનો ચોથો ભેદ છે, તે વિનયના પરિણામથી રત્નત્રયના પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે. એથી વિનય ઉત્તરોત્તર ગુણવૃદ્ધિમાં યત્ન કરાવીને યોગનિરોધમાં વિશ્રાંત થનાર છે. તેથી વિનય દ્વારા આઠ કર્મોનો ક્ષય થાય છે, એમ કહેલ છે. વળી પરાકાષ્ઠાવાળો વિનય યોગનિરોધમાં વિશ્રાંત થાય છે, તેના ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ છે, તોપણ તે ભૂમિકાનો વિનયગુણ પ્રાપ્ત થયો ન હોય, છતાં ગુણને અભિમુખ જેનો વિનયનો પરિણામ છે, તેને તે વિનયનો પરિણામ લક્ષ્મી પ્રાપ્ત કરાવે છે; કેમ કે ગુણો પ્રત્યેના વલણને કારણે તે મહાત્મામાં જે પારમાર્થિક ગુણો પ્રત્યેનો રાગ છે, તેનાથી શ્રેષ્ઠ કોટીનું પુણ્ય બંધાય છે, તેના ફળરૂપે ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ, ઉત્તમ ઐશ્વર્ય વગેરે ફળો પ્રાપ્ત થાય છે, માટે વિનય શ્રીને લાવનાર છે.
વળી વિનયસંપન્ન પુરુષ હંમેશાં ગુણો પ્રત્યે નમેલ હોય છે. એથી માનકષાયનું નિરાકરણ કરીને પરાક્રમ દ્વારા લભ્ય એવા ગુણોને પ્રાપ્ત કરે છે, જેથી તે પુરુષનો “આ મહાત્મા છે' એ પ્રકારનો યશ પ્રવર્તે છે. વળી એવા મહાત્માઓની પુણ્ય પ્રકૃતિ અતિશયિત થાય છે, તેથી તેમને કીર્તિ પણ પ્રાપ્ત થાય છે.
વળી જેઓ દુર્વિનીત છે અર્થાત્ બાહ્ય આચારથી પણ વિનય વગરના છે અને બાહ્ય આચારથી કંઈક વિનય કરતા હોય તોપણ પરમાર્થથી ગુણને અભિમુખ વળ્યા નથી એવા દુર્વિનીતો પોતાના પ્રયોજનની નિષ્પત્તિ કરતા નથી. આથી ચરમાવર્ત બહારના જીવો સંયમ ગ્રહણ કરે, બાહ્ય આચારથી ગુરુનો વિનય કરે, તોપણ ગુણોને અભિમુખ વળેલા નથી, તેઓ તપ-સંયમની ક્રિયા કરીને પણ આત્માના પ્રયોજનની નિષ્પત્તિ કરી શકતા નથી, કેમ કે આત્માના પારમાર્થિક ગુણોના પક્ષપાતરૂપ વિનયનો અભાવ છે. I૩૪શા અવતરણિકા :
गतं विनयद्वारमधुना तपोद्वारम्, तच्च कैश्चिद् दुःखरूपं प्रत्यपादि अतस्तनिरासेनाहઅવતરણિકાર્ય :
વિનયદ્વાર પૂરું થયું. હવે ત૫દ્વાર કહે છે અને તે-તપ, કેટલાક વડે દુઃખરૂપ પ્રતિપાદન કરાયું છે. આથી તેના નિરાસના હેતુથી કહે છે –
ગાથા :
जह जह खमइ सरीरं, धुवजोगा जह जहा न हायंति । कम्मक्खओ य विउलो, विवित्तया इंदियदमो य ॥३४३।।