________________
૧૫૪
ઉપદેશમાલા ભાગ-૨ ગાગા-૩૧
ગાથા -
विणओ सासणे मूलं, विणीओ संजओ भवे ।
विणयाओ विष्पमुक्कस्स कओ धम्मो कओ तवो ?॥३४१।। ગાથાર્થ :
શાસનમાં વિનય મૂળ છે, વિનીત સંયત થાય, વિનયથી મુકાયેલાને ધર્મ ક્યાંથી હોય? તપ ક્યાંથી હોય ? Il૩૪૧II ટીકા -
शिष्यन्तेऽनेन जीवा इति शासनं द्वादशाङ्गं तस्मिन् विनयो मूलं, यत उक्तम्-'मूलाओ खंधप्पभवो दुमस्स' इत्यादि, अतो विनीतः संयतो भवेद् विनयाद् विप्रमुक्तस्य दुविनीतस्य कुतो धर्मः કુત્તાપ નિર્જુનત્વતિ રૂ૪ ટીકાર્ય :
શિશ્ચન્ટેડને નિર્ગ્યુનત્યાતિ | આનાથી જીવો શિક્ષિત કરાય છે, એ શાસન દ્વાદશાંગ તેમાં વિનય મૂળ છે, જે કારણથી દશવૈકાલિકમાં કહેવાયું છે – મૂળમાંથી વૃક્ષના સ્કંધની ઉત્પતિ છે, ઈત્યાદિ આથી વિનીત સંયત થાય છે, વિનયથી રહિત દુનિીતને ધર્મ ક્યાંથી હોય ? તપ ક્યાંથી હોય; કેમ કે નિર્મૂળપણું છે=ધર્મનું મૂળ વિનય નથી. ૩૪૧ ભાવાર્થ :
યોગ્ય જીવોને અનુશાસન આપે તે શાસન છે અને તે દ્વાદશાંગીરૂપ છે; કેમ કે દ્વાદશાંગી યોગ્ય જીવોને વિધિ-નિષેધમાં ઉચિત પ્રવૃત્તિ કરાવીને હિતમાં પ્રવૃત્તિ કરવાનું અનુશાસન આપે છે અને તે શાસનમાં વિનય મૂળ છે અર્થાત્ તે દ્વાદશાંગીના પરમાર્થને જાણવાને અભિમુખ જે ગુણનો પક્ષપાત, જેના કારણે તે દ્વાદશાંગીનું રહસ્ય પ્રાપ્ત થાય, તેવો જીવનો નમ્ર ભાવ તે વિનય દ્વાદશાંગીનું મૂળ છે, આથી જેઓને માન-કષાય છે, તેઓ દ્વાદશાંગી ભણે છે, તોપણ માનથી પોતાની રુચિ અનુસાર તે શબ્દોને ગ્રહણ કરીને સંતોષ માને છે અને પોતે વિદ્વાન છે, તેમ માને છે, વસ્તુતઃ દ્વાદશાંગીનો પ્રારંભ સામાયિકથી થાય છે અને યાવત્ ચૌદપૂર્વ સુધી તેનો વિસ્તાર છે. તે સર્વ આત્માના સામાયિકના પરિણામના સૂક્ષ્મ-સૂક્ષ્મતર રહસ્યને બતાવનાર છે અને જેમનું ચિત્ત તે સામાયિકના પદાર્થ પ્રત્યે નમ્ર ભાવવાળું છે, તેઓ શ્રુતના અધ્યયનકાળમાં શ્રત દ્વારા સામાયિકના પરિણામને સ્પર્શવા માટે અભિમુખ થઈને યત્ન કરે છે, તે વિનય દ્વાદશાંગીનું મૂળ છે. જેમ વૃક્ષના મૂળમાંથી સ્કંધ, સ્કંધમાંથી શાખા વગેરે ઉત્પન્ન થાય છે; તેમ જેઓ સામાયિકના પરિણામ પ્રત્યે અત્યંત સન્મુખ થયેલા છે અને તેના કારણે બહુશ્રુત પ્રત્યે વિનયનો પરિણામ થયો છે અને બહુશ્રુતના વચનોને તે રીતે ગ્રહણ કરે છે, જેથી સામાયિકના સૂક્ષ્મ-સૂક્ષ્મતર ભાવોનો બોધ થાય તે વિનય મૂળથી સ્કંધ આદિની ઉત્પત્તિ તુલ્ય છે. આથી વિનયવાળા જીવો સંયત થાય છે;