________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪૧-૨૪૨
પપ
કેમ કે સામાયિકને અભિમુખ નમ્ર પરિણામ હોવાને કારણે જેમ જેમ શ્રુત ભણે છે, તેમ તેમ સામાયિકનો પરિણામ અતિશયિત અતિશયિત થાય છે, માટે સંમત થાય છે અને જેઓ વિનયથી રહિત અર્થાત્ દુર્વિનીત છે, તેઓ સંયમ ગ્રહણ કરે, બાહ્ય ક્રિયાઓ કરે, તપ કરે, તોપણ તેઓમાં ધર્મ પ્રગટ થતો નથી, તપ પ્રગટ થતું નથી; કેમ કે ધર્મ અને તપનું મૂળ વિનયનો અભાવ છે. આથી જ તેઓની ચારિત્રાચારની ક્રિયાથી સામાયિકને અભિમુખ લેશ પણ પરિણામ થતો નથી અને તપની બાહ્ય ક્રિયાથી નિર્જરાને અનુકૂળ ગુણસંપત્તિ લેશ પણ પ્રગટ થતી નથી. આ૩૪૧ાા અવતરણિકા - વિશ્વ
અવતરવિકાર્ય :વિશ્વથી વિનયનું બીજું માહાભ્ય બતાવે છે –
ગાથા -
विणओ आवहइ सिरिं, लहइ विणीओ जसं च कित्तिं च ।
न कयाइ दुविणीओ, सकज्जसिद्धिं समाणेइ ॥३४२।। ગાથાર્થ - વિનય લક્ષમીને પ્રાપ્ત કરાવે છે, વિનીત યશ અને કીતિને પ્રાપ્ત કરે છે, દુર્વિનીત ક્યારેય સ્વકાર્યસિદ્ધિને પ્રાપ્ત કરતો નથી. [૩૪રા ટીકા :
विनीयतेऽनेनाष्टप्रकारं कर्मेति विनयः, स आवहति श्रियं प्रापयति लक्ष्मीम, लभते विनीतः पुरुषो यशश्च मानभटनिराकरणात् पराक्रमलभ्यं, कीत्तिं च पुण्यभाजत्वात्, विपक्षे बाधामाहन कदाचित् दुर्विनीतः स्वकार्यसिद्धिमात्मीयप्रयोजननिष्पत्तिं समापयत्युपायाभावादिति ।।३४२॥ ટીકાર્ય :
લિની માવારિ II આના દ્વારા=વિનય દ્વારા, આઠ પ્રકારનું કર્મ વિનયન થાય છે એ વિનય છે, તે=વિનય, શ્રીને લાવે છે=લક્ષ્મીને પ્રાપ્ત કરાવે છે અને વિનીત પુરુષ યશને પ્રાપ્ત કરે છે=માનસુભટનું નિરાકરણ થવાથી પરાક્રમથી મેળવી શકાય એવા યશને પ્રાપ્ત કરે છે અને કીતિને પ્રાપ્ત કરે છે; કેમ કે પુણ્યનું ભાજનપણું છે, વિપક્ષમાં બાધાને કહે છે – દુનિીત ક્યારેય સ્વકાર્યની સિદ્ધિને આત્મીય પ્રયોજનની નિષ્પત્તિને, પ્રાપ્ત કરતો નથી; કેમ કે ઉપાયનો અભાવ છે. ૩૪રા