________________
૧૫૮
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-a-m ન થાય તે પ્રકારે તપ કરવો જોઈએ; કેમ કે અંતરંગ અસંગ પરિણતિના અંગરૂપે જ તપકૃત્ય છે અને અંતરંગ અસંગ પરિણતિના અંગરૂપે સાધુના પ્રત્યુપેક્ષણાદિ વ્યાપારો છે. તેથી બાહ્ય તપ દ્વારા અંગ શિથિલ થવાથી પ્રત્યુપેક્ષણાદિ ઉચિત વ્યાપારોનો નાશ થાય તો અંતરંગ દયાનો પરિણામ નાશ પામે, જેથી સર્વ જીવો પ્રત્યે સમભાવની પરિણતિરૂપ અસંગ પરિણતિ વૃદ્ધિ પામવાને બદલે ક્ષય પામે, માટે શરીરની શક્તિનું સમાલોચન કરીને અને ગુણસ્થાનકની વૃદ્ધિને અનુકૂળ ઉચિત યોગોનો ક્ષય ન થાય તે રીતે તપ કરવો જોઈએ અને આ પ્રકારે વિવેજ્યુક્ત કરાયેલો તપ દુઃખરૂપ નથી; કેમ કે તપ દુઃખરૂપ સ્વીકારવામાં આવે તો મહાદુઃખી એવા નારકીઓને મહાતપસ્વી સ્વીકારવા પડે અને યોગીઓ તો શક્તિ અનુસાર ઉચિત તપ કરીને આત્માના અસંગભાવની પરિણતિરૂપ શમસુખથી તૃપ્ત બને છે. તેથી તેઓને અતપસ્વી સ્વીકારવાની આપત્તિ આવે, વસ્તુતઃ તપ સુધાના વેદન સ્વરૂપ હોવાથી સ્થૂલથી દુ:ખરૂપ જણાય છે. પરમાર્થથી તો ચિત્તની સ્વસ્થતાની વૃદ્ધિ દ્વારા કષાયોની અલ્પતા કરનાર હોવાથી સુખાત્મક જ છે; કેમ કે તપકાળમાં પૂર્વના કરતાં પણ વિશેષ પ્રકારનો કષાયોનો ક્ષયોપશમભાવ વર્તે છે. તેનાથી સુખનું જ વેદન થાય છે અને વિવેકી પુરુષ દેહ અને મનની બાધાના વિરહથી તપનું સેવન કરે છે, કોઈક જીવને દેહની સુધાદિની અલ્પ પીડા હોવા છતાં બાહ્ય તપ ભાવવ્યાધિની ચિકિત્સા તુલ્ય હોવાથી તે તપના સેવનથી કષાયોના શમનજન્ય મનનો પ્રમોદ જ થાય છે. જેમ રત્નનો વેપારી યોગ્ય ઘરાકને રત્ન બતાવે, તેમાં શ્રમ પડે છે, તોપણ રત્નના વેચાણથી ધનની પ્રાપ્તિ થવાને કારણે મનનો પ્રમોદ જ થાય છે, તેમ જેઓ વિવેકપૂર્વક શરીરની શક્તિ અને મોક્ષસાધક યોગોનો બાધ ન થાય તે પ્રકારનો તપ કરે છે, તેમને તપ દ્વારા વિપુલ કર્મનો ક્ષય થાય છે; કેમ કે તપ કરવાથી તેમને વિવક્તતાની પરિણતિ અને ઇન્દ્રિયોનો નિગ્રહ પ્રાપ્ત થાય છે અર્થાત્ શરીરથી જુદો શરીરમાં રહેલો નિરાકુળ સ્વભાવવાળો પોતાનો આત્મા છે અને તે નિરાકુળ સ્વભાવમાં વિશ્રાંતિને અનુકૂળ તપની ક્રિયા છે અને ઇન્દ્રિયના કોલાહલને શાંત કરવાને અનુકૂળ તપની ક્રિયા છે, તેથી ઇન્દ્રિયોના શમનથી અને આત્માના નિરાકુળ સ્વભાવમાં વિશ્રાંતિથી કરાતો તપ વિપુલ કર્મક્ષયને કરે છે. I૩૪૩ અવતરણિકા - ___ गतं तपोद्वारमधुना शक्तिद्वारावसरस्तत्र शक्तिवैकल्यमालम्बनीकृत्य यः प्रमादं कुर्यात् तं शिक्षयितुमाहઅવતરણિકાર્ય :
તપદ્વાર પૂરું થયું. હવે શક્તિદ્વારનો અવસર છે, ત્યાં શક્તિના વૈકલ્યનું અવલંબન કરીને જે પ્રમાદને કરે, તેને શિક્ષા આપવા માટે કહે છે –
ગાથા -
जइ ता असक्कणिज्जं, न तरसि काऊण तो इमं कीस । अप्पायत्तं न कुणसि संजमजयणं जईजोग्गं ।।३४४।।