________________
૧પ૦
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૯- થયું. તેથી અવંતી સુકમાલે જેવો દેવલોક પ્રત્યક્ષ જોયેલો તેવો તે મહાત્માને શ્રુતના બળથી પ્રત્યક્ષ થયો. આથી ચૌદ પૂર્વધરો સાક્ષાત્ જોનાર જે રીતે દેવલોકના વિમાનોનું ચિત્ર ચીતરી શકે, તે રીતે શ્રતના બળથી ચીતરી શકે છે. તેથી શ્રુતના બળથી મહાત્માઓને વૈમાનિક દેવો અનુત્તરવાસી દેવો સુધીનું સર્વ સ્વરૂપ પ્રત્યક્ષ જેવું થાય છે. સિદ્ધિનું સ્વરૂપ પણ પ્રત્યક્ષ જેવું થાય છે, તેથી સંસારની સર્વ વિડંબનાથી પર સંસારનાં સર્વ ઉત્તમ સુખો ધર્મથી મળે છે. એવી સ્થિર બુદ્ધિ પણ વર્તે છે અને વૈમાનિક દેવોનાં જે સુખો છે, તેના કરતાં પણ સિદ્ધિનું સુખ સર્વોત્તમ છે. તે પણ મહાત્માને સ્વાધ્યાયના બળથી પ્રત્યક્ષ થાય છે, તેથી મહાત્મા ધર્મ કરીને સ્વર્ગ વગેરેના અર્થી હોવા છતાં પ્રધાનરૂપે તો સર્વોત્તમ સુખરૂપ મોક્ષના અર્થ હોય છે; કેમ કે દેવલોકનાં સુખો કરતાં સિદ્ધિનું સુખ અતિ ઉત્તમ છે, તેથી સિદ્ધિના સુખથી બલવાન ઇચ્છા વૈમાનિક સુખની નથી હોતી, તેથી સ્વર્ગની ઇચ્છા હોવા છતાં ગરઅનુષ્ઠાનની પ્રાપ્તિ નથી; કેમ કે મોક્ષસુખની પ્રાપ્તિના તેઓ અર્થી છે અને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સ્વર્ગસુખની પ્રાપ્તિ તેમને ઇષ્ટ છે.
વળી શ્રુતના બળથી અધોલોકમાં રહેલી નરકો અને તિર્જીલોકમાં રહેલ જ્યોતિષી દેવો પ્રત્યક્ષ છે, તેથી નરકની કારમી યાતનાનું સ્મરણ કરીને પણ નરકના બીજભૂત વિકારોના શમનમાં મહાત્મા યત્ન કરી શકે છે. વધારે શું ? સંપૂર્ણ લોક-અલોક જે પ્રકારે સંસ્થિત છે અને જે પ્રકારે કેવળીને પ્રત્યક્ષ દેખાય છે, એ પ્રકારે શ્રુતના બળથી મહાત્માને પણ દેખાય છે, તેનાથી સંયમજીવનની ઉચિત પ્રવૃત્તિ કરી હિત સાધી શકે છે. IIકલા.
અવતરણિકા -
व्यतिरेकमाहઅવતરણિયાર્થ:
વ્યતિરેકને કહે છે=જેઓ સ્વાધ્યાય કરતા નથી, તેઓથી શું અર્થ થાય છે ? તે બતાવે છે –
ગાથા :
जो निच्चकालतवसंजमुज्जुओ न वि करेइ सज्झायं । अलसं सुहसीलजणं, न वि तं ठावेइ साहुपए ॥३४०।।
ગાથાર્થ :
જે નિત્યકાલ તપસંયમમાં ઉઘુક્ત પણ સ્વાધ્યાયને કરતા નથી, તે સાધુ આળસુ સુખશીલજન એવા તે શિષ્યાદિ વર્ગને સાધુપદમાં સ્થાપન કરતા નથી. ૩૪૦I.