________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૩૯
૧પ૧
અવતરણિકા :
कथं सर्वपरमार्थं जानातीत्याहઅવતરણિકાર્ય :સ્વાધ્યાય કરનાર સાધુ કેવી રીતે સર્વ પરમાર્થને જાણે છે ? એથી કહે છે –
ગાથા -
उड्डमहतिरियनरया, जोइसवेमाणिया य सिद्धी य ।
सव्वो लोगालोगो, सज्झायविउस्स पच्चक्खो ।।३३९।। ગાથાર્થ :
સ્વાધ્યાય કરનારને ઊર્વલોક, અધોલોક, તિર્યશ્લોક, નરકો, જ્યોતિષ, વૈમાનિક અને સિદ્ધિ સર્વ લોકાલોક પ્રત્યક્ષ થાય છે. ll૩૩૯l. ટકા -
इह यथासम्भवं पदानां सम्बन्धात् स्वाध्यायविदो वाचनादिवेदिन ऊर्ध्वं वैमानिकाः सिद्धिश्च प्रत्यक्षा, अधो नरकास्तिर्यग्ज्योतिष्काः किं वानेन ? सर्वो लोकालोकः स्वाध्यायविदः प्रत्यक्ष इति तदुपयुक्तोऽसौ समर्थान् साक्षादिव पश्यतीति भावार्थः ।।३३९।। ટીકાર્ચ -
૪. બાવાર્થ અહીં યથાસંભવ પદોનો સંબંધ હોવાથી સ્વાધ્યાયને જાણનાર=વાચનાદિને જાણનારને, ઊર્ધ્વમાં વૈમાલિકો અને સિદ્ધિ પ્રત્યક્ષ થાય છે, અધોલોકમાં નરકો પ્રત્યક્ષ થાય છે. તિથ્યલોકમાં જયોતિષ પ્રત્યક્ષ થાય છે. આના વડે શું ? તેથી કહે છે – સ્વાધ્યાય કરનારને સર્વ લોકાલોક પ્રત્યક્ષ થાય છે. આથી તેમાં ઉપયુક્ત એવા આ સ્વાધ્યાય કરનાર સાધુ, સમસ્ત અને જાણે સાક્ષાત્ જુએ છે. એ પ્રકારનો ગભઈ છે=રહસ્ય છે. ૩૩૯ ભાવાર્થ :
ગાથામાં પદોનો સંભવ ક્રમથી નથી, પરંતુ યથાસંભવ છે. એથી ટીકામાં યથાસંભવ યોજન કરીને બતાવેલ છે અને જે મહાત્મા જિનવચનાનુસાર સ્વાધ્યાયમાં રત છે અને સ્વાધ્યાય દ્વારા જે પદાર્થો શાસ્ત્રમાં જે રીતે બતાવ્યા છે, તે રીતે તે પદાર્થો શ્રતના બળથી જાણે છે. કેવલજ્ઞાની લોકમાં રહેલા સર્વ પદાર્થોને જેમ સાક્ષાત્ જુએ છે, તેમ તે મહાત્માને ઊર્ધ્વલોકમાં વૈમાનિક દેવો અને તેનાં નિવાસસ્થાનો કઈ રીતે સંસ્થિત છે, તેનું સ્વરૂપ પ્રત્યક્ષ જેવું થાય છે. આથી આર્ય સુહસ્તિ મહારાજ નલિની ગુલ્મ અધ્યયનનો સ્વાધ્યાય કરતા હતા, તેને સાંભળીને અવંતી સુકુમાલને પૂર્વભવમાં અનુભવ કરેલા દેવલોકનું સ્મરણ