________________
૧૪૦
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૨૯-૩૩૦ તેથી સંક્ષેપથી અર્થ આ છે – જે આ વિષયલંપટ જીવને નાશ કરનારી અને સંયમજીવનના ઘાતકપણાથી પ્રસિદ્ધ ઈન્દ્રિયો છે, તે સાધુના ચિતને આશ્રિત થયેલી ઈન્દ્રિયોને ભગવાનરૂપ સર્વ ઉપાયને જાણવાપણારૂપ શસ્ત્રથી તેના જ મોક્ષ નિમિત્તે સાધુના મોક્ષ નિમિતે, સ્વયં હણી=સાધુએ પોતે હણીને, શોધન કરવી જોઈએ. ભગવાનના પ્રભાવથી જ ઈજિયનો જય થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે ગર્ભમાં રહેલો અર્થ છે અને અહીં=પ્રસ્તુત ગાથાનું અતિ ગંભીર અર્થપણું હોવાથી આટલા અર્થો બતાવાયા. જે શોભન લાગે તે ગ્રહણ કરવો અને જે બીજો પણ સંભવે તે પોતાની બુદ્ધિથી વિચારવો. li૩૨૯ ભાવાર્થ :
સંસારી જીવોની પાંચ ઇન્દ્રિયો સ્નેહને કરનારી છે, તેથી સ્નેહવાળો વિષયલોલુપ પ્રાણી છે, તેવા પ્રાણીને તે ઇન્દ્રિયો વિનાશ કરે છે. વળી સાધુને બોધ છે કે ઇન્દ્રિયો વિકારોને ઉત્પન્ન કરીને સંયમજીવનનો નાશ કરનારી છે. તેથી દુર્ગતિની પરંપરા પ્રાપ્ત કરાવનારી છે, માટે ઇન્દ્રિયોનો અવશ્ય ઘાત કરવો જોઈએ. આમ છતાં ઇન્દ્રિયોનો ઘાત કરવાની સામગ્રીરૂપ ધન સાધુ પાસે નથી, તેથી અધિકાસ્ત્ર એવા સર્વજ્ઞના બળથી સાધુ ઇન્દ્રિયનો ઘાત કરવા યત્ન કરે છે અર્થાત્ સર્વજ્ઞ અને સર્વશના વચનનું નિત્ય સ્મરણ કરીને તેમના અવલંબનના બળથી ઇન્દ્રિયનો ઘાત કરવા યત્ન કરે છે. વળી તે ઇન્દ્રિયો કેવી છે ? એથી કહે છે – સુથાનિ=ચિત્તને આશ્રિત છે, તેથી એ પ્રાપ્ત થાય કે ઇન્દ્રિયનો ઘાત કર્તવ્ય નથી, પરંતુ મતિજ્ઞાનના ઉપયોગમાં વિષયોને અવલંબીને વિકારરૂપે સ્કુરાયમાન થતી ઇન્દ્રિયો સાધુ માટે ઘાત કરવા યોગ્ય છે, શેના માટે સાધુએ ઘાત કરવો આવશ્યક છે ? એથી કહે છે – મોક્ષ નિમિત્તે સાધુએ ઇન્દ્રિયોનો ઘાત કરવો જોઈએ અર્થાત્ સર્વજ્ઞના વચનનું દઢ અવલંબન લઈને સ્વયં વિકારોને હણીને ઇન્દ્રિયોને પવિત્ર કરવી જોઈએ. જેથી તે ઇન્દ્રિયો સંયમજીવનનો નાશ કરી શકે નહિ, પરંતુ સંયમ વૃદ્ધિમાં સહાયક બને.
આ પ્રકારના અર્થનો સંક્ષેપથી આ અર્થ છે – આ ઇન્દ્રિયો વિષયલંપટ જીવને વિનાશ કરનારી છે અને સંયમજીવનનો નાશ કરવારૂપે પ્રસિદ્ધ છે. તે મતિજ્ઞાનના ઉપયોગરૂપ ઇન્દ્રિયો સાધુના ચિત્તને આશ્રિત છે, તેવી ઇન્દ્રિયોને સર્વ ઉપાયને જાણનારા ભગવાનરૂપ અસ્ત્ર વડે મોક્ષ નિમિત્તે સ્વયં હણીને અર્થાત્ વિકાર વગરની કરીને સાધુએ શોધન કરવી જોઈએ અર્થાતુ ભગવાનના પ્રભાવથી ઇન્દ્રિયનો જય થાય છે, તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી એ ફલિત થાય કે ઇન્દ્રિયો પોતાનો વિકાર બતાવે તેના પૂર્વે સાધુએ ભગવાનના સ્વરૂપનું અને ભગવાને બતાવેલા માર્ગનું અનુભાવન કરવું જોઈએ. જેથી ઇન્દ્રિયો વિકારને ઉત્પન્ન કરી શકે નહિ અને મનને આશ્રિત ઇન્દ્રિયોમાં જે વિકાર શક્તિ છે, તે સર્વથા ક્ષય પામે છે, ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૩૨લા અવતરણિકા - गतमिन्द्रियद्वारमधुना मदद्वारमधिकृत्याह