________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૩૦
૧૧
અવતરણિકાર્ય :
ઇન્ડિયદ્વાર પૂર્ણ થયું, હવે મદદ્વારને આશ્રયીને કહે છે=ગાથા-૨૯૫માં સુવિહિત સાધુની યતના માટે સમિતિ આદિ દ્વારા બતાવ્યાં, તેમાં ચોથું ઈજિયદ્વાર પૂરું થયું. હવે મદદ્વાર બતાવે છે –
ગાથા -
जाइकुलरूवबलसुयतवलाभिस्सरिय अट्ठमयमत्तो । एयाई चिय बंधइ, असुहाई बहुं च संसारे ॥३३०।।
ગાથાર્થ -
સંસારમાં જાતિ-કુળ-રૂપ-બળ-શ્રુત-તપ-લાભ-એશ્વર્ય આઠ પ્રકારના મદથી મત એવો જીવ અશુભ એવા આ=જાતિ આદિ, ઘણાં બાંધે છે. ૩૩૦II ટીકા :
जातिाह्मणादिः, कुलमुग्रादि, रूपं शरीरसौन्दर्य, बलं शक्तिः, श्रुतमागमाधिगमः, तपोऽनशनादि, लाभोऽभीष्टवस्तुप्राप्तिः, ऐश्वर्यं सम्पदः प्रभुत्वं, जातिश्च कुलं चेत्यादिद्वन्द्वस्तान्येवाष्टमदाः चित्तोन्मादहेतुत्वात् तैर्मत्तो घूर्णितः प्राणी, किम् ? एतान्येव जात्यादीनि बध्नात्युपार्जयत्यशुभानि क्लिष्टानि, कथं बहु क्रियाविशेषणमेतत् बहुशोऽनन्तगुणानीत्यर्थः, चशब्दोऽध्यवसायवैचित्र्यात् तारतम्यदर्शनार्थः संसारे भव इति ॥३३०॥ ટીકાર્ય :
નાતિહાસિક પ રિ જાતિ બહાણાદિ, કુલા ઉગ્ર આદિ, ૨૫ શરીરનું સૌદર્ય, બળ= શક્તિ, શ્રત આગમનો બોધ, તપ અનશન વગેરે, લાભ=અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ, એશ્વર્ય=સંપતિનું પ્રભુત્વ, જાતિ અને કુળ ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તે જ આઠ મદો છે; કેમ કે ચિત્તના ઉન્માદનું હેતુપણું છે. તેનાથી મત થયેલો=ધૂણિત પ્રાણી, શું પ્રાપ્ત કરે છે? એથી કહે છે – આ જ=જાતિ વગેરે, અશુભ=લિષ્ટ, બાંધે છે=ઉપાર્જન કરે છે. કેવી રીતે ઉપાર્જન કરે છે? બહુ એ ક્રિયાવિશેષણ છે, બહુવાર=અનંતગુણ અશુભ જાતિ આદિ ઉપાર્જન કરે છે એક વખત મદ કરીને અવંતી વખત હીન જાતિ વગેરેને પામે એવાં ક્લિષ્ટ કમ ઉપાર્જન કરે છે, ૪ શબ્દ અધ્યવસાયનું વિચિત્રપણું હોવાથી તારતમ્ય દેખાડવા માટે છે,
ક્યાં ઉપાર્જન કરે છે ? એથી કહે છે – સંસારમાં ઉપાર્જન કરે છે. ૩૩.