________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૩૧-૩૩૨
ટીકાર્થ ઃ
जात्या ત્યાદિ ।। હેતુભૂત એવી ઉત્તમ જાતિથી પ્રધાન કુળ હોતે છતે રૂપ અને ઐશ્વર્યને આશ્રયીને બળ સહિત વિદ્યા બળવિદ્યા, હેતુભૂત એવી તેણી વડે=બળવિદ્યા વડે, તપ વડે અને લાભમદ વડે જે મંદબુદ્ધિવાળો પરની હીલના કરે છે, તે યદ્યુતથી બતાવે છે હું સુજાત્ય છું, આ કુજાત્ય છે, વગેરે. II૩૩૧।
અવતરણિકા :
.....
स किमित्याह
અવતરણિકાર્થ:
તે શું ?=જે હીલના કરે છે તે શું પ્રાપ્ત કરે છે ? એથી કહે છે
ગાથા =
-
1
૧૪૩
संसारमणवयग्गं, नीयट्ठाणाइं पावमाणो उ ।
भमइ अनंतं कालं, तम्हा उ मए विवज्जिज्जा ।।३३२ ।।
ગાથાર્થ ઃ
નીચસ્થાનોને પામતો જીવ=જાતિ આદિ મદથી બીજાની હીલના કરનારો નીચસ્થાનોને પામતો જીવ નથી પમાયો પાર એવા સંસારમાં અનંત કાળ ભમે છે, તે કારણથી મદોનો ત્યાગ કરવો જોઈએ. II૩૩૨)ા
ટીયા -
'संसारं अणवयग्गं'ति अलब्धपरपारं नीचस्थानानि निन्द्यजात्यादीनि प्राप्नुवन्, तुशब्दस्यावधारणार्थत्वादासादयत्रेव भ्रमति पर्यटत्यनन्तं कालं यत एवं तस्मात् तुशब्दोऽवधारणे, तस्य च व्यवहितः सम्बन्धः, मदान् जात्यादीन् विवर्जयेदेव परिहरेदेवेति । । ३३२ ।।
ટીકાર્થ ઃ
'संसारं પરિવેવેતિ । અણવયગ્ન એવા સંસારમાં=નથી પમાયો છેડો એવા સંસારમાં, નીચસ્થાનોને નિંઘ જાતિ આદિને, પ્રાપ્ત કરતો જીવ ભમે છે=અનંતકાળ પર્યટન કરે છે એમ અન્વય છે. જે કારણથી આમ છેમદને વશ અનંતકાળ ભ્રમણ કરે છે એમ છે, તે કારણથી જાતિ આદિ મદોને વર્જન કરે જ=ત્યાગ કરે જ, તુ શબ્દ અવધારણમાં છે, તેનો વ્યવહિત સંબંધ છે વિવગ્નિખા સાથે સંબંધ છે. II૩૩૨।।