________________
૧૪૪
અવતરણિકા :
જ્જિ
ઉપદેશમાલા ભાગ-૨
ભાવાર્થ:
સંસારી જીવોનો ઉપયોગ બાહ્ય પદાર્થને આશ્રયીને પ્રવર્તતો હોય ત્યારે સામાન્ય જીવો કરતાં પોતાનામાં જાતિ-કુળ વગેરે જે અધિક જણાય તેના માટે સ્પષ્ટ બોલે કે ન બોલે તોપણ હું કંઈક અધિક છું, તેવો ચિત્તનો પરિણામ થાય છે અને તે પરિણામથી પ્રેરાઈને તપ વગેરે કરીને બીજાને જણાવવા તત્પર થાય છે અને જેઓ પોતાની જેમ તપ વગેરે કરતા નથી, તેમની શબ્દોથી હીલના કરે છે. ક્યારેક મનના પરિણામથી હીલના કરે છે. આ પ્રકારના પરિણામોથી તે જીવ જે પ્રકારનો મદ કર્યો હોય તે પ્રકારનાં નીચસ્થાનોને પ્રાપ્ત કરે તેવા પ્રકારનાં કર્મો બાંધીને અપાર સંસારસાગરમાં અનંતકાળ ભટકે છે, માટે જાતિ આદિ મદોનું સ્વરૂપ નિપુણ બુદ્ધિથી વિચારીને તે જાતિ આદિ સર્વના ઉત્કર્ષવાળા તીર્થંકર આદિનું સ્મરણ કરીને પોતાના તે પ્રકારના તુચ્છ જાતિ વગેરેનું ભાવન કરવું જોઈએ. જેથી મદ થાય નહિ, વસ્તુતઃ તીર્થંકરો પણ પૂર્વમાં અનેક વખત હીન જાતિ આદિને પામ્યા છે, પરંતુ યોગમાર્ગમાં પ્રયાણ શરૂ થયું તે પછી તીર્થંકરો આદિ પ્રત્યેના બહુમાનને કારણે ઉત્તમ જાતિ વગેરે પામ્યા, એથી કલ્યાણના અર્થી જીવે ઉત્તમ પુરુષોનું અવલંબન લઈને હંમેશાં મદના ત્યાગમાં યત્ન કરવો જોઈએ. II૩૩૧-૩૩૨ણા
અવતરણિકાર્થ :
વળી મવિષયક અન્ય શું ? તે કહે છે
ગાથાઃ
ગાથા-૩૩૧-૩૩૨, ૩૩૩
सुट्ठ वि जई जयंतो, जाइमयाईसु मज्जई जो उ ।
सो मेयज्जरिसि जहा, हरिएसबलो व्व पडिहार ।। ३३३ ।।
ગાથાર્થઃ–
સુંદર પણ યત્ન કરતા જે સાધુ જાતિમદ વગેરેમાં મત્ત થાય છે, તે સાધુ જે પ્રમાણે મેતાર્ય ઋષિ અથવા હરિકેશબલ ઋષિ તે પ્રમાણે જાત્યાદિ હાનિને પામે છે. II૩૩૩||
ટીકા
सुष्ट्वपि सातिशयमपि यतिः साधुर्यतमानस्तपोनुष्ठानादौ उद्युक्तो जातिमदादिष्वेतद्विषये माद्यति मत्तो भवति यः, तुशब्दात् सद्भिरपि तत्कारणैः स किं मेतार्यऋषिर्यथा हरिकेशबली वा परिहीयते जात्यादिहानिं प्राप्नोति, तथाहि तौ जन्मान्तरविहितजातिमदोपार्जितकर्मपरिणतिवशादन्त्यजत्वेन जाताविति एतत्कथानके प्राक्कथिते ।। ३३३ ॥