________________
૧૪૬
ટીકા
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા ૩૩૪
स्त्रीग्रहणेन देवीनार्योर्ग्रहणं, पशुशब्देन तिरश्च्यः, स्त्रीपशुभिः सङ्क्लिष्टा तदाकीर्णत्वात् स्त्रीपशुसङ्क्लिष्टा तां वसतिं स्त्रीकथां च नेपथ्यादिकां, तासां च केवलानां धर्मकथनमपि वर्जयन् यतेत इति सर्वत्र क्रिया, स्त्रीजनसन्निषद्यां तदुत्थानानन्तरं तदासनोपवेशनरूपम् । तथा निरूपणं निरीक्षणमङ्गोपाङ्गानां स्तननयनादीनां वर्जयन्निति वर्त्तते ।। ३३४ ।।
ટીકાર્ય -
स्त्रीग्रहणेन ....... વર્તતે ।। સ્ત્રીના ગ્રહણથી દેવી અને નારીનું ગ્રહણ છે, પશુ શબ્દથી તિર્થંચિણીનું ગ્રહણ છે. સ્ત્રી પશુથી સંક્લિષ્ટ તેનાથી આકીર્ણપણું હોવાથી સ્ત્રી પશુથી સંક્લિષ્ટ એવી તે વસતિને અને સ્ત્રીકથાને=સ્ત્રીએ પહેરેલા વસ્ત્ર આદિની કથાને, કેવળ એવી તેણીઓને=માત્ર સ્ત્રીઓને અર્થાત્ એકલી સ્ત્રીપર્ષદાને, ધર્મ કહેવાનું પણ ત્યાગ કરતો સાધુ યત્ન કરે, એ પ્રમાણે સર્વત્ર ક્રિયા છે. સ્ત્રીજનની સદ્વિષઘાને તેના અર્થાત્ સ્ત્રીના ઊઠ્યા પછી તેના આસને બેસવારૂપ નિષદ્યાને અને નિરૂપણને=અંગોપાંગોના અર્થાત્ સ્તન-આંખ આદિના નિરીક્ષણને, વર્જન કરતો થતના કરે, એ પ્રમાણે ઉપરથી અનુવર્તન પામે છે. ।।૩૩૪॥
ભાવાર્થ:
સાધુ સંયમવેષમાં છે, સંયમની ક્રિયાઓ કરે છે, તોપણ વેદનો ઉદય નાશ પામ્યો નથી. તેથી બ્રહ્મચર્યની ગુપ્તિના પરિણામ દ્વારા વેદના ઉદયને વિપાકમાં ન આવે તે રીતે નિષ્ફળ કરે છે, તોપણ નિમિત્તને પામીને વેદનો ઉદય કાર્ય કરે, તેના નિવારણ માટે સાધુ કઈ રીતે બ્રહ્મચર્યની ગુપ્તિનું પાલન કરે છે, તે બતાવતાં કહે છે. સાધુ દેવી, મનુષ્યાણી અને તિર્યંચિણીથી ભરેલી વસતિમાં રહે નહિ; કેમ કે તેમની તે પ્રકારની ચેષ્ટાઓ કે ભાવોને જોઈને વેદનો ઉદય વ્યક્ત રીતે વિપાકમાં આવે તેવી સંભાવના રહે છે. વળી સ્ત્રીના વસ્ત્ર આદિ વિષયક કથા કરે નહિ, જેથી તેના નિમિત્તને પામીને પણ વેદના ઉદયનો વિપાક થાય નહિ. વળી એકલી સ્ત્રીઓ સામે સાધુ ધર્મકથા પણ ન કરે અર્થાત્ સાંસારિક વાતો તો ન કરે, પરંતુ ધર્મકથા પણ ન કરે; કેમ કે તે નિમિત્તને પામીને સહજ વિકારનો ઉદ્દભવ થઈ શકે, જ્યારે પુરુષો સામે હોય તો તે મર્યાદાના બળથી તે પ્રકારનો ઉપયોગ પ્રવર્તે નહિ. વળી જે સ્થાનમાં સ્ત્રી બેઠેલી હોય તેના ઊઠ્યા પછી તરત તે સ્થાનમાં બેસે નહિ; કેમ કે સ્ત્રીના સ્મરણને કારણે તે સ્થાનમાં વિકા૨ો થવાનો સંભવ છે. વળી સ્ત્રીઓના અંગ-ઉપાંગનું નિરીક્ષણ કરે નહિ, પરંતુ સૂર્યને જોઈને જેમ દૃષ્ટિ પાછી ખેંચી લે, તેમ કોઈક પ્રસંગે કંઈક કથન કરવું પડે, તોપણ યતનાપૂર્વક કરે, જેથી વિકાર ન થાય અને બ્રહ્મચર્યની ગુપ્તિનું સમ્યક્ પાલન થાય. II૩૩૪]