________________
૧૩૨
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૮ ટીકાઃ
शब्देषु वेणुवीणामृदङ्गकाकलीगीतादीनां न रज्येत न रक्तः स्याद्, रूपं कमनीयं दृष्ट्वा कथञ्चित् पुनस्तदीक्षणलोलतया न वीक्षेत आदित एव दृष्टिं संहरेद् भास्करादिव, न पुनः पश्येदित्यर्थः । गन्थे रसे च स्पर्श सुन्दरेऽमूर्छितोऽगृद्धः चशब्दादसुन्दरेषु शब्दादिष्वद्विष्टः किम् ? उद्यच्छेत् વાનુષ્ઠાનોથમં કુર્યાત, : મુનિ વચેતોપવેશાર્દુત્વાતિ રૂરતા ટીકાર્ય :શ શાઈત્યાતિ / શબ્દોમાં=વેણુ-વીણા-મૃદંગ-કાકલી ગીત વગેરેના શબ્દોમાં, આસક્તા ન થાય, મનોહર રૂપને કોઈક રીતે જોઈને વળી તેને જોવાની લાલસાથી ન જુએ પહેલેથી જ દષ્ટિને ખેંચી લે, જેમ સૂર્યથી દષ્ટિને ખેંચી લે, ફરી જુએ નહિ, સુંદર ગંધ, રસ અને સ્પર્શમાં મૂચ્છ નહિ પામેલા આસક્ત નહિ થયેલા, ૪ શબ્દથી અસુંદર શબ્દાદિમાં અદ્વૈષવાળા શું કરે? ઉદ્યમ કરે=સારા અનુષ્ઠાનમાં ઉધમ કરે, કોણ કરે? એથી કહે છે – મુનિ કરે; કેમ કે તેનું જ=મુનિનું જ, ઉપદેશયોગ્યપણું છે. ૩૨૮ ભાવાર્થ :
મુનિઓ ભવના ક્ષય માટે તત્પર થયેલા હોય છે. આથી જ તપ, સંયમમાં ઉદ્યમ કરતા હોય છે. શાસ્ત્રનું અધ્યયન કરતા હોય છે, છતાં તેવા પણ મુનિઓ ઇન્દ્રિયોને વશ થઈને અનર્થની પરંપરાને પ્રાપ્ત કરે છે. એવા મુનિઓને આત્મરક્ષણ કરવા માટે ઉપદેશ આપતાં કહે છે – મુનિએ સુંદર શબ્દમાં રાગ કરવો જોઈએ નહિ, આથી જ જેમને સંગીતનો શોખ છે, સુંદર શબ્દોમાં રાગ થાય તેમ છે, તે સંગીતપૂર્વક થતી ભગવાનની સ્તુતિ સાંભળવા તત્પર થાય, પરંતુ ભગવાનના ગુણોમાં ઉપયોગનું પ્રતિસંધાન કરી શકે નહિ તો વિનાશ પામે, તે રીતે લોકોથી થતી પ્રશંસામાં કે નિંદામાં રાગ-દ્વેષ કરવા જોઈએ નહિ, પરંતુ મધ્યસ્થતાપૂર્વક શ્રોત્રેન્દ્રિયનો સંવર કરવો જોઈએ. વળી કોઈનું સુંદર રૂપ દેખાય ત્યારે જીવો તેને જોવાને અભિમુખ પરિણામવાળા થાય છે, પરંતુ સૂર્યની સામે દૃષ્ટિ પડે તો તરત પાછી ખેંચી લેવાય છે તેમ મુનિએ તો પ્રારંભથી જ સંવૃત રહેવું જોઈએ અને ઇન્દ્રિયોથી થતા અનર્થનું વારંવાર ભાવન કરીને ચિત્તને તે રીતે સંવૃત કરવું જોઈએ. જેથી અંતરંગ પરિણામ જોવાને અભિમુખ થાય જ નહિ. વળી સુંદર ગંધ, રસ અને સ્પર્શમાં મૂચ્છ કરવી જોઈએ નહિ અને અસુંદર ગંધાદિમાં દ્વેષ કરવો જોઈએ નહિ. આથી જ સંવૃત ઇન્દ્રિયવાળા મુનિ પોતાના કે બીજા સાધુના શરીર કે વસ્ત્રમાંથી દુર્ગંધ આવતી હોય તો દ્વેષ કરતા નથી. વળી તત્ત્વથી ભાવિતા મતિવાળા સાધુ નિદ્રા ન આવે તેવાં કર્કશપ્રતિકૂળ સ્થાનો પ્રાપ્ત થાય તોપણ દ્વેષ કરતા નથી. વળી અંત, પ્રાંત, તુચ્છ ભોજન પ્રાપ્ત કરીને પણ દ્વેષ કરતા નથી. તેવા મુનિ જ પાંચ ઇન્દ્રિયને સંવૃત કરીને મુનિભાવમાં લેવાયેલા તપ અને કુળની છાયાનું રક્ષણ કરે છે, પ્રાપ્ત થયેલા પાંડિત્યને સફળ કરે છે અને ઇન્દ્રિયજન્ય અનિષ્ટોથી આત્માનું રક્ષણ કરે છે. l૩૨૮