________________
૧૩૬
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા ૩૨૯ થયેલી, ઘોડાની જેમ=અત્યંત ચપળપણું હોવાથી ઘોડા જેવી ઇન્દ્રિયોને, ઘાત કરો, વનિ પછી = શબ્દનું ઉપમાન અર્થપણું હોવાથી વાનિ વ એમ અર્થ કરેલ છે, ” શબ્દ વાક્યાલંકારમાં છે, સાધુ કઈ રીતે ઇન્દ્રિયોનો ઘાત કરે ? એથી કહે છે
પ્રયત્નથી અને તે ઈન્દ્રિયો અહિત અર્થમાં=અહિતનું નિમિત્ત એવા સંસારના કારણમાં, નિહત થતી નથી=પ્રવૃત્ત થતી નથી, પરંતુ હિતકાર્યમાં=હિત કાર્યનું નિમિત્ત મોક્ષના કારણમાં, નિહત થાય છે=પ્રવૃત્ત થાય છે. આ લોકમાં પણ પૂજનીય થાય છે, હણનારનું પણ=ઇન્દ્રિયોને પ્રવર્તાવનારનું પણ, પૂજ્યપણું હોતે છતે તેનું આધેથપણું હોવાથી તેમાં=ઇન્દ્રિયોમાં પૂજ્યત્વનો વ્યપદેશ છે. ભાવાર્થ ઃ
‘અથવા’થી ગાથાનો બીજી રીતે અર્થ કરે છે મૈંન્ ધાતુ હિંસા અને ગતિ અર્થમાં છે. તેમાંથી હિંસા અર્થમાં પૂર્વનો વિકલ્પ બતાવ્યો. હવે ગતિ અર્થને ગ્રહણ કરીને બીજી રીતે અર્થ કરે છે — નિહત ઇન્દ્રિયો= પોતાના વિષયને ગ્રહણ કરવામાં પ્રવૃત્ત થયેલી ઇન્દ્રિયો, ઘોડા જેવી ચપળ છે, એથી મુનિ પ્રયત્નથી તેનો ઘાત કરે અર્થાત્ જિનવચનનું અવલંબન લઈને મનને તે રીતે સંવૃત રાખે, જેથી ઇન્દ્રિયોના વિષયમાં પોતાને ઔત્સુક્ય પ્રગટ થાય નહિ. તેથી જે મુનિ આત્માને જિનવચનથી ભાવિત કરીને ઇન્દ્રિયની ઉત્સુકતાને શમાવવા યત્નશીલ છે, તેમની ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરવાના વ્યાપારવાળી થતી નથી. કદાચ કોઈક નિમિત્તે વિષય સાથે ઇન્દ્રિયનો સંપર્ક થાય, તોપણ ચિત્તમાં અનુત્સુકતા હોવાને કારણે ઇન્દ્રિયના વિષયભૂત શેયનું જ્ઞાનમાત્ર થાય છે, પરંતુ વિષયો સાથે જીવનો સંશ્લેષનો પરિણામ થતો નથી. તે પ્રકારનો પરિણામ મુનિ જિનવચનથી સંવૃત થઈને કરે છે, તે ઘોડા જેવી ઇન્દ્રિયોનો પ્રયત્નથી ઘાત કરવા જેવું છે.
—
આ રીતે ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી ઉત્તરાર્ધનો અર્થ કરતાં કહે છે
જે મુનિની ઇન્દ્રિયો અહિતાર્થ એવા સંસારના કારણમાં પ્રવૃત્ત થતી નથી, પરંતુ મોક્ષના કારણરૂપ હિતમાં પ્રવૃત્ત થાય છે, તેવા મુનિ આ લોકમાં પણ પૂજનીય થાય છે. આ પ્રમાણે અર્થ ક૨વાથી ગાથાનો અર્થ આ રીતે પ્રાપ્ત થાય ઘોડાની જેમ નીકળેલી ઇન્દ્રિયોને મુનિ પ્રયત્નથી ઘાત કરે, અહિતાર્થમાં નીકળેલી થતી નથી. હિતકાર્યમાં નીકળેલી થાય છે, માટે પૂજનીય છે. નિહતાનિ હતાનિ ચ રૂન્દ્રિયાળિ પાતયેતુ, प्रयत्नेन अहितार्थे निहतानि न भवन्ति, हितार्थे निहतानि भवन्ति पूजनियानि ।
-
-
ટીકા –
यदि वा निभ आकारमात्रं निभं गच्छन्तीति निभगानि यानीन्द्रियाणि तानि परमार्थतो हतान्येव, चशब्दस्यावधारणार्थत्वात्, घ्नन् साधुर्घातयेत् पदैः सुबन्ततिङन्तैः त्रायते सांसारिकदुःखेभ्यः सत्त्वान् रक्षतीति पदत्रः सिद्धान्तस्तेन तदुपदेशेनेत्यर्थः । एतदुक्तं भवति - सिद्धान्तोपदेशेन रागद्वेषनिराकरणादाकारमात्रशेषतां नीतानि यानीन्द्रियाणि तानि निगृह्णन्त्रिगृहीतान्येव निगृह्णीयात्,