________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૨૯
૧૩૫
ઇન્દ્રિયો રાગાદિ વિકારરૂપે નિહત છે અને શેયનું જ્ઞાન કરવામાં અનિહત છે, તેવી ઇન્દ્રિયોને સાધુએ પ્રયત્નથી ઘાત કરવી જોઈએ અર્થાત્ સાધુએ ઇન્દ્રિયોના વિકાર ન થાય તે રીતે ઘાત કરેલ હોવા છતાં સંપૂર્ણ વિકાર વગરની અવસ્થા પ્રગટ થઈ નથી. આથી ભગવાનના વચનનું દૃઢ અવલંબન લઈને સાધુ જો ઉપયોગને ન પ્રવર્તાવે તો ઇન્દ્રિયો નિમિત્તને પામીને વિકાર ઉત્પન્ન કરે તેવી પરિણતિવાળી છે. આથી ધ્યાનમાં રહેનારા સિંહગુફાવાસી મુનિની ઇન્દ્રિયો કામનો વિકાર ન ઊઠે તેવી નિહત હતી અને સ્ત્રીના રૂપનું દર્શન થાય તોપણ વિકાર ન થાય, માત્ર સ્ત્રીના આકારનો બોધ તે રૂપે અનિહત હતી, છતાં તે મહાત્માનો વેદનો ઉદય નષ્ટ થયેલો ન હતો. તેથી ઉપકોશાના બલવાન નિમિત્તને પામીને કંઈક નિહત પણ ઇન્દ્રિય વિકારને ઉત્પન્ન કરે છે, તેથી સુસાધુ જિનવચનનું અવલંબન લઈને રાગાદિ વિકારોથી નિહત અને શેયના પરિચ્છેદમાં અનિહત ઇન્દ્રિયોને તે રીતે ઘાત કરે છે. જેથી વિકારો ઉત્પન્ન થવાનો અવકાશ ન રહે. જેમ સ્થૂલભદ્ર મુનિએ તે રીતે ઇન્દ્રિયોને વિશેષ નિહત કરેલી. જીવ જ્યારે વીતરાગ થાય છે, ત્યારે ઇન્દ્રિયો સંપૂર્ણ નિહતાનિહત બને છે.
સાધુ અણુનોઋણનો=કર્મનો ઘાત કરે, જેમ જીવ જે જે ભાવો કરે છે, તે પ્રમાણે કર્મ બાંધે છે અને પૂર્વભવમાં જે જે ભાવો પોતે કર્યા છે તે પ્રમાણે કર્મ બાંધ્યાં છે અને તે બંધાયેલાં કર્મ સત્તામાં પડ્યાં છે, તે પોતાને ભોગવવાનાં છે, તે કર્મોનો નાશ કરવા માટે સાધુ જે ભાવોથી જે કર્મો કરાયાં છે, તેનાથી વિરુદ્ધ ભાવોમાં યત્ન કરીને ઘાત કરે અને જે સાધુ આ રીતે અહિત અર્થમાં ઇન્દ્રિયોને નિહત કરે છે અને હિત કાર્યમાં પ્રવર્તાવે છે, તેની ઇન્દ્રિયો પૂજ્ય થાય છે. તેથી સુસાધુ ઇન્દ્રિયના વિષયભૂત વિકાર આપાદક ભાવોથી ઇન્દ્રિયોને નિહત કરે છે અને ભગવાનના આગમનું શ્રવણ, જિનબિંબનું અવલોકન ઇત્યાદિમાં પ્રવર્તાવે છે, જેથી સર્વ ઇન્દ્રિયો વીતરાગના ગુણો અને વીતરાગના શાસ્ત્રના પરમાર્થને પ્રાપ્ત કરવામાં વ્યાપારવાળી બને. આ રીતે ઇન્દ્રિયો પૂજ્ય બને છે અર્થાત્ દેવતાથી પણ પૂજાય છે.
ટીકા ઃ
अथवा हन् हिंसागत्योरितिधातुपाठान्निहतानि निर्गतानि स्वविषयग्रहणार्थं प्रवृत्तानि हयानिवात्यन्तचटुलत्वादश्वानिव, चशब्दस्योपमानार्थत्वादिन्द्रियाणि घातयत, णमिति वाक्यालङ्कारे, प्रयत्नेन . तानि चाहितार्थेऽहितार्थनिमित्तं संसारकारणमित्यर्थः निहतानि न भवन्तीत्यध्याहारः, किन्तु हितकार्ये हितकार्यनिमित्तं मोक्षकारणमिति हृदयं, भवन्ति निहतानीति वर्त्तते इह लोकेऽपि च पूजनीयानि भवन्ति, निहन्तुरपि पूज्यत्वे तदाधेयत्वात् तेषु पूज्यत्वव्यपदेश इति ।
ટીકાર્થ ઃ
થવા ...
કૃતિ । થવાથી ગાથાનો અન્ય પ્રકારે અર્થ કરે છે
ન્ ધાતુ હિંસા અને ગતિ અર્થમાં છે, એ પ્રકારે ધાતુપાઠ હોવાથી નિહત=નિર્ગત=પોતાના વિષયને ગ્રહણ કરવા માટે પ્રવૃત્ત
--