________________
૧૩૧
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૨૭–૩૨૮ મનુષ્ય પરમાર્થને નહિ જાણતો દુરંત સંસારના પરિભ્રમણરૂપ ભસ્મતાને પામે છે. આ ભવમાં અને પરભવમાં આપત્તિઓને પ્રાપ્ત કરે છે. વળી ઇન્દ્રિયોને વશ જીવો રણમુખને પ્રાપ્ત કરે છે, તેમાં સાક્ષી આપે છે –
બાહુબલીએ ઇન્દ્રિયોનો જય કર્યો તો સંયમ પ્રાપ્ત થયું અને રાવણ સીતામાં આસક્ત થયા તો મૃત્યુ પામ્યા, માટે હે રાજેન્દ્ર ! જય અને વિનાશમાં નહિ જિતાયેલી ઇન્દ્રિયો કારણ છે.
આ રીતે આગમ વચનને કહેનાર પ્રસ્તુત ગાથા દ્વારા ઇન્દ્રિયોને વશ થયેલા જીવોના અનર્થો બતાવીને મહાત્મા ઉપદેશ આપે છે કે કલ્યાણના અર્થી જીવે ઇન્દ્રિયોનો જય કરવો જોઈએ.
વળી ટીકા કરનારા મહાત્માને સ્મરણ થયું કે આગમને કહેનારાં વચનોમાં અન્ય ગ્રંથોની સાક્ષી આપવી કઈ રીતે યુક્ત કહેવાય ? અર્થાત્ કહેવાય નહિ, છતાં આગમ જે રીતે તત્ત્વને બતાવે છે, તેવા જ તત્ત્વને બતાવનારા માર્ગાનુસારી બુદ્ધિવાળા બીજા હોય છે. તેથી માર્ગાનુસારી જીવોની સમાન બુદ્ધિ હોય છે, માટે આગમમાં માર્ગાનુસારી બુદ્ધિવાળા ગણધરોએ જે કહ્યું છે, તેને જ સમાન બુદ્ધિવાળા બીજા કહે છે, એ બતાવવા માટે ટીકાકાર મહાત્માએ કથન કર્યું છે, માટે કોઈ દોષ નથી; કેમ કે શીલસૂરિ મહારાજ વગેરેએ આચારાદિના વિવરણમાં અનેક ઠેકાણે તેવી સાક્ષી આપી છે, તેથી તેમનો પણ આ પ્રકારનો અભિપ્રાય હશે અથવા ટીકાકારશ્રી કહે છે –
મારી મંદબુદ્ધિને કારણે શીલસૂરિ મહારાજ વગેરેનો શું અભિપ્રાય છે, તેનો નિર્ણય કરવો શક્ય નથી, તોપણ તેમના અનુસરણરૂપે મેં પણ પ્રસ્તુત ગાથામાં સાક્ષીરૂપે આ સર્વ કથનો કર્યા છે. l૩૨માં અવતરણિકા:
यदि तर्हि इन्द्रियवशं ये गच्छन्ति तेषामेष दोषस्ततः किं कर्तव्यमित्यत आहઅવતરસિકકાર્ય :
જો વળી ઇન્દ્રિયને વશ જેઓ જાય છે, તેઓને આ દોષ છે, તો શું કરવું જોઈએ ? એથી કહે છે –
ગાથા -
सद्देसु न रज्जिज्जा, रूवं द8 पुणो न विक्खिज्जा । - જો એ ય પાસે, અમુછિયો ૩ળને મુળ ારૂ૨૮ાા ગાથાર્થ :
શબ્દોમાં રાગ ન કરે, વળી રૂ૫ને જોવા માટે ન જુએ, ગંધ, રસ અને સ્પર્શમાં મૂચ્છ નહિ પામેલા મુનિ ઉધમ કરે. ll૩૨૮