________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૨૭
૧૨૯
અનુભવે છે, પ્રાકૃતપણું હોવાથી પ્રથમા વિભક્તિ ક્રિયાની અપેક્ષાએ સર્વત્ર દ્વિતીયાના અર્થમાં જાણવી અને પાંડિત્યના માલિત્યને અનુભવે છે=શાસ્ત્ર ભણ્યા હોય છતાં ઇન્દ્રિયને વશ જણાય તો લોકમાં તેનું પાંડિત્ય મલિનભાવને પામે છે અને તે પ્રમાણે કહેવાયું છે
બધી કલાના કલાપમાં કુશળ પણ, કવિ પણ, પંડિત પણ, પ્રગટ થયાં છે સર્વ શાસ્ત્રોનાં તત્ત્વો જેને એવો પણ, વેદવિશારદ પણ, મુનિ પણ, આકાશમાં પથરાયેલા જુદા જુદા અદ્ભુત વિલાસોને દેખાડનારો પણ, આ જગતમાં સ્પષ્ટ તે નથી, જો તે કોઈક ઇન્દ્રિયોનું રક્ષણ કરતો નથી. (અહીં તાપિ ન સ ના સ્થાને સોપિ ન સ પાઠ હોવો જોઈએ.)
અને અનિષ્ટ=સંસાર, તેનો પથ=માર્ગ, અનિષ્ટપથ તેને ઇન્દ્રિયને વશ થયેલા અનુભવે છે. તે કહેવાયું છે
ભૂતરૂપી પૃથ્વીમાં=જીવરૂપી પૃથ્વીમાં, દિવસરૂપી રજને કાઢવાપૂર્વક સ્વચ્છ કરાયેલું=વિવેકવાળી પ્રવૃત્તિ દ્વારા દિવસમાં બંધાયેલા પાપને કાઢવાપૂર્વક સ્વચ્છ કરાયેલું, શણગારાયેલું સમયરૂપી લકવાળું=શાસ્ત્રવચનની સુંદર સામગ્રીવાળું, આ પક્ષગૃહ છે, અહીં=આવા ગૃહમાં, કોઈક વિધેય એવા અક્ષો વડે=સંવૃત્ત રૂપે કર્તવ્ય ઇન્દ્રિયો વડે, મોક્ષને પ્રાપ્ત કરે છે અને બીજા અધિગત પણ=શાસ્ત્ર ભણાયા છે, જેમાં એવા પક્ષરૂપી ગૃહને, વિષ્ણુત એવી ઇન્દ્રિયો વડે હારે છે.
-
અને વ્યસનો=જુદા જુદા પ્રકારની વિપત્તિને અનુભવે છે, જે પ્રમાણે કહેવાયું છે
શબ્દમાં આસક્ત થયેલો હરણ, સ્પર્શમાં આસક્ત થયેલો હાથી, રસમાં આસક્ત થયેલું માછલું, રૂપમાં લોભી પતંગિયું, ગંધમાં આસક્ત થયેલો ભમરો ખરેખર વિનાશ પામ્યા. પાંચમાં=પાંચ ઇન્દ્રિયમાં આસક્ત થયેલા, નહિ ગ્રહણ કરાયેલા પરમાર્થવાળા પાંચ=હરણ વગેરે પાંચ, જ્યાં વિનાશ પામ્યા, પાંચ ઇન્દ્રિયોમાં આસક્ત એવો એક મૂઢ મનુષ્ય વિનાશને પામે છે.
-
અને રણમુખોને=નાશનું નિમિત્ત એવા સંગ્રામ દ્વારોને, ચ શબ્દથી સમસ્ત દોષોને ઇન્દ્રિયને વશ થનારા અનુભવે છે=પ્રાપ્ત કરે છે, તે આ પ્રમાણે
જે કારણથી બાહુબલીમાં જય, રાવણમાં પરાજય, અહીં હે રાજેન્દ્ર ! જિતાયેલી અને નહિ જિતાયેલી ઈન્દ્રિયો કારણ છે.
નનુથી શંકા કરે છે આ પ્રકરણનું=પ્રસ્તુત ગાથાનું, સિદ્ધાંતમાંથી ઉદ્ધારભૂતપણું હોવાથી અને તેનું=સિદ્ધાંતનું, પરમપુરુષપ્રણીતપણું હોવાથી, તેનાં વાક્યોનું=સિદ્ધાંતનાં વાક્યોનું અર્થાત્ પરમપુરુષપ્રણીત વાક્યોનું, સ્વતઃ પ્રામાણ્ય હોવાથી તેના બળથી જ=પરમપુરુષપ્રણીત વાક્યોના બળથી, બધાં વચનોની પ્રતિષ્ઠાની પ્રામાણ્યની, પ્રાપ્તિ હોવાથી, સૂર્યની જેમ સ્વ-પર પ્રકાશકપણું હોવાથી તેના સમર્થન માટે=પ્રસ્તુત ગાથાના સમર્થન માટે, બીજાં સુભાષિતોનો ઉપન્યાસ યુક્ત નથી
-
આ સત્ય છે, આમાં સંદેહ નથી જ, ફક્ત સર્વ માર્ગાનુસારી જીવોની પ્રાયઃ સમાન બુદ્ધિ હોય છે, એ પ્રમાણે બતાવવા માટે જો કહેવામાં આવે તો કોઈ દોષ નથી. આચારવિવરણ વગેરેમાં તેને=અન્ય સુભાષિતોને, અનેક વખત લખતા એવા શ્રી શીલસૂરિ વગેરેનો પણ પ્રાયઃ આ અભિપ્રાય