________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૧૦-૩૧૧
૧૦૭
ટીકાર્ય :
પુ .... પૂત્વાલિતિ ! આમાં ક્રોધાદિમાં, જે ન વર્તે, તેના વડે આત્મા યથાસ્થિત=જ્ઞાનદર્શન-સુખ-વીર્યાત્મક કર્મથી ભિન્ન એવો આત્મા, જણાયો છે. આથી જ=આત્મા યથાસ્થિત જણાયો છે આથી જ, આ=મહાત્મા, મનુષ્યોને માનનીય છે=પૂજનીય છે, દેવોનો પણ=શક્ર વગેરે દેવોનો, દેવતા થાય; કેમ કે પૂજયપણું છે. દેવતામાં ત પ્રત્યય વ્યાકરણમાં સ્વાર્થમાં છે, જેમ બાલ બાળક છે, તેમ દેવ જ દેવતા છે. ૩૧૦ ભાવાર્થ :
જે મહાત્મા ક્રોધાદિ ચાર કષાયો અને તેનાં કાર્યો પૂર્વની ગાથાઓમાં બતાવ્યાં તેના યથાર્થ સ્વરૂપને ભાવન કરીને અપ્રમાદભાવથી તે કષાયોનો નાશ કરવા યત્ન કરે છે, તે મહાત્મા આત્મામાં ક્રોધાદિ આપાદક સંસ્કારો અને ક્રોધાદિ આપાદક કર્મો વિદ્યમાન છે, તોપણ માર્ગાનુસારી બુદ્ધિના બળથી તે કષાયોને નિષ્ફળ કરે છે. તે મહાત્મા યથાસ્થિત જ્ઞાત આત્મા છે અર્થાત્ આત્મા જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય સ્વરૂપ છે અને કર્મથી વ્યતિરિક્ત છે, તેવા સ્વરૂપે આત્માને જાણનાર છે. આથી આત્માના કષાયથી અનાકુળ સ્વરૂપને જાણે છે અને કષાયથી અનાકુળ સ્વરૂપને પ્રગટ કરવાની રુચિ છે અને કષાયથી અનાકુળ સુખ જ તેને સુખાત્મક દેખાય છે અને કષાયના ઉચ્છેદમાં પ્રવર્તતા વીર્યને તે મહાત્મા જોનારા છે. આથી કાર્પણ શરીર અને આત્માને પૃથફ કરવા સતત પ્રયત્ન કરી રહ્યા છે, તેવા મહાત્માઓ મનુષ્યો માટે પૂજનીય છે અને દેવના પણ દેવ છે; કેમ કે આવા ઉત્તમ પુરુષોને દેવતાઓ પણ પૂજે છે. Il૩૧ના અવતરણિકા -
यस्तु क्रोधादीन निराचष्टे तस्य यत् सम्पद्यते तदाहઅવતરણિકાર્ય :
જેઓ વળી ક્રોધ વગેરે કષાયો નિરાકરણ કરતા નથી, તેને જે પ્રાપ્ત થાય છે, તેને કહે છે –
ગાથા -
जो भासुरं भुयंगं, पयंडदाढाविसं विघटेइ ।।
तत्तो च्चिय तस्संतो, रोसभुयंगो ब्व माणमिणं ॥३११।। ગાથાર્થ :
જે જીવ પ્રકૃષ્ટ દાઢામાં વિષવાળા રૌદ્ર ભુજંગને અડપલું કરે છે, તેનાથી નિચ્ચે તેનો અંત છે. આ રોષરૂપી ભુજંગનું ઉપમાન છે. ll૩૧૧II ટીકા :यो दुर्बुद्धिर्भासुरं रौद्रं भुजङ्गं सर्प प्रचण्डदंष्ट्राविषम् उत्कटाशीविषं विघट्टयति किलिञ्चादिना