________________
૧૫
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૧૭-૩૧૮ તેના પ્રસંગથી તેના કાર્યને કહે છે – તપમાં=અનશનાદિમાં, અરતિ નથી, શિ=જે કારણથી, પોતાના શરીરના વર્ણનાદિના ઉત્કર્ષપર એવા સાધુ તપમાં રતિ કરતા નથી અને હું સુસ્થિત છું, એ પ્રકારે વર્ણ આત્મશ્લાઘા, એ સુસ્થિત વર્ણ અને હર્ષનું કારણ એવા મોટા પણ લાભાદિમાં સુસાધુઓને અતિપ્રહર્ષ નથી, “સાધુ' એ શબ્દ ગાથામાં ગ્રહણ કરાવે છતે પણ ફરી સુસાધુનું ગ્રહણ આવા પ્રકારના સુસાધુઓ હોય છે એવો નિશ્ચય કરવા માટે છે. ૩૧૭માં ભાવાર્થ :
સાધુઓ સર્વત્ર રતિ કરતા નથી અને રતિ કરવાનું મુખ્ય સ્થાન શરીર છે. એથી જેઓ ભગવાનના વચન અનુસારે ભાવો કરવામાં ઉપયુક્ત નથી, તેમને ઘણી ઠંડીમાં મને ઠંડી ન લાગે અને ઘણા તાપમાં મને તાપ ન લાગે, એ પ્રકારના શરીરના રક્ષણમાં સામાન્ય જીવોને રતિ થાય છે. સુસાધુ તેવી રતિ કરતા નથી, આથી જ સ્વાધ્યાય આદિમાં વિઘ્ન થતું હોય તો ઠંડી આદિથી રક્ષણ કરીને પણ સ્વાધ્યાયથી આત્માને ભાવિત કરીને રતિનો પરિણામ થવા દેતા નથી અને જે તે પ્રકારે સ્વાધ્યાય આદિથી આત્માને ભાવિત કરવા સમર્થ નથી, તેઓ શીત પરિષહ જીતવા માટે શિયાળામાં ખુલ્લા શરીરે બેસે છે અને ઉષ્ણ પરિષહ જીતવા માટે ઉનાળામાં જ્યાં અત્યંત તાપ હોય ત્યાં બેસે છે. એ રીતે શીતાદિના પરિવારમાં રતિના પરિણામનો પરિહાર કરવા યત્ન કરે છે અર્થાત્ ચિત્તને અસંશ્લેષવાળું કરવા યત્ન કરે છે. વળી પોતાનું સુંદર શરીર જોઈને જીવને રતિ થાય છે, તેના નિવારણરૂપે સાધુ શરીરની શોભાના લક્ષ્યથી પોતાના શરીરનું નિરીક્ષણ કરતા નથી અર્થાત્ મારું શરીર સુંદર દેખાય છે, તેવા ઉપયોગથી શરીરને જોવા યત્ન કરતા નથી, જેથી રતિનો પરિણામ થાય. આથી રતિના પરિણામના પરિવાર માટે સાધુને તપમાં અરતિ નથી. જેમને શરીરમાં રતિ હોય તેમને શરીરના ઉત્કર્ષમાં રસ હોય છે. તેથી તપમાં યત્ન કરતા નથી, પરંતુ સાધુને શરીરની સુંદર શોભામાં રતિ નથી, આથી શક્તિના પ્રકર્ષથી તપ કરીને તેનો નાશ જોઈને પણ ખેદ પામતા નથી. વળી પોતાનું નીરોગી સુરૂપ શરીર જોઈને આત્મશ્લાઘા કરતા નથી. વળી કોઈ વિશિષ્ટ શક્તિની પ્રાપ્તિ થાય તો પણ સાધુને અતિવર્ષ થતો નથી, પરંતુ રતિના પરિણામથી પર સદા સ્વસ્થતાના ભાવમાં વર્તે છે. જેઓ આ રીતે સર્વત્ર રતિનો પરિહાર કરે છે, તે જ સુસાધુ છે અને જેમને તે તે ભાવોમાં રતિ થાય છે અને તેના પરિવાર માટે યત્ન કરતા નથી, તેઓ કદાચ સંયમની આરાધના કરતા હોય તોપણ સુસાધુ નથી. I૩૧ના અવતરણિકા -
गतं रतिद्वारं साम्प्रतमरतिद्वारमाचष्टेઅવતરણિકાર્ય :રતિદ્વાર પૂરું થયું. હવે અરતિદ્વારને કહે છે –