________________
૧૪
ઉપદેશમાલા ભાગ-૨ | માયા-ર૩-૦૪
પ્રવર્તાવે છે. આમ છતાં તે સાધુ બોલવામાં કુશળ હોય તો ઘણા મુગ્ધ જીવો તેના વચનકૌશલ્યથી પ્રભાવિત થઈને, આ મહાત્મા હિતને કરનારા છે તેમ માને છે અને ઘણા મૂઢ શિષ્યોના પરિવારવાળા હોય; કેમ કે તેમના વચનકૌશલ્યથી પ્રભાવિત થઈને સંયમ ગ્રહણ કર્યું છે, પરંતુ તત્ત્વને અભિમુખ જવામાં મૂઢ મતિવાળા હોય છે. વળી આવા ગુરુ સિદ્ધાંતના પરમાર્થને જાણનારા નથી, તેથી ઋદ્ધિ, રસ અને શાતા ગારવમાં પ્રતિબંધને ધારણ કરે છે. એથી પરમાર્થથી જ્ઞાનશૂન્ય છે. જોકે સંવિગ્નપાક્ષિક પણ કંઈક અંશે પ્રમાદ કરે છે, તો પણ શુદ્ધ પ્રરૂપણા કરીને પોતાની હીનતા દેખાડીને શિષ્યને માર્ગમાં પ્રવર્તાવે છે. જ્યારે પ્રમાદી સાધુઓ માન-સન્માનના અર્થી હોય છે, તેથી પ્રરૂપણા પણ તે રીતે કરે છે, જેથી લોકો પ્રભાવિત થાય. તેઓ પરમાર્થથી ભગવાનના શાસનના શત્રુ છે; કેમ કે ભગવાનના શાસનનો વિનાશ કરે છે, કેમ વિનાશ કરે છે ? એથી કહે છે – પોતાના ઋદ્ધિગારવાદિ પોષીને શરણાગત જીવોને પણ તે પ્રકારે પ્રવર્તાવીને ભગવાનના શાસનની લઘુતા કરે છે. ૩૨૩ અવતરણિકા -
साम्प्रतमृद्धिगौरवं तद्द्वारेणाहઅવતરણિતાર્થ - હવે ઋદ્ધિગારવને તદ્વાનના દ્વારથી ઋદ્ધિગારવવાળાના દ્વારથી. કહે છે –
ગાથા -
पवराई वत्थपायासणोवगरणाइं एस विहवो मे ।
अवि य महाजणनेया, अहं ति अह इड्डिगारविओ ।।३२४।। ગાથાર્થ -
શ્રેષ્ઠ વસ્ત્ર, પાત્ર, આસન, ઉપકરણોને આ મારો વૈભવ છે, વળી હુ મહાજનનો નેતા છું, એ પ્રમાણે માને છે, એ ઋદ્ધિગારવવાળા છે. ||૩૨૪TI ટીકા :
प्रवराण्युत्तमानि वस्त्रपात्रासनोपकरणान्यधिकृत्याऽसौ मन्यते एष विभवो मे, अयं समृद्ध्युपचयो मम, अपि चेत्यभ्युच्चये, महाजननेता प्रधानलोकप्रभुरहमिति । अथैषः एवम्भूतः ऋद्ध्या प्राप्तयोसेकेनाऽप्राप्तार्थप्रार्थनया च गौरवमात्मनो निबिडकर्मपरमाणुग्रहणेन गुरुत्वं तद् विद्यते यस्यासो ऋद्धिगौरविक इति ।।३२४।। ટીકાર્ય :પ્રવરાવુરમનિ ... ગરિવર રતિ | પ્રવર=ઉત્તમ એવાં, વસ્ત્ર-પાત્ર-આસન ઉપકરણોને