________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૨૨-૩૨૩ सुप्रसिद्धम् ज्ञात्वा तथापि मोहितव्यमिति यन्मूढैर्भूयते तन्नूनं निश्चितं जीवस्य 'फेडेऊण न तीरइ' त्ति अपनेतुं न शक्यते अतिबलिकः कर्मसङ्घातः, स हि ज्ञाततत्त्वमपि सत्त्वं बलादकार्ये प्रवर्त्तयति किं कुर्मः केवलं वयं द्रष्टार इति ।। ३२२ । ।
ટીકાર્થ ઃ
एतदप्यनन्तरोक्तं. દ્રષ્ટાર કૃતિ ।। આને પણ=અનંતરમાં કહેવાયેલ કષાય-નોકષાયના નિગ્રહમાં તત્પર, સુપ્રસિદ્ધ ભગવાનના વચનને જાણીને તે રીતે પણ જે કારણથી મૂઢ જીવો વડે મોહિત થવાય છે, તે કારણથી નિશ્ચિત જીવનો અતિ બળવાન કર્યસમૂહ દૂર કરવાને માટે શક્ય નથી. ગાથામાં પિ શબ્દથી વક્ષ્યમાણ એવા ભગવાનના વચનનું ગ્રહણ છે. તે=અતિ બળવાન કર્મસમૂહ જણાયેલા તત્ત્વવાળા પણ જીવને બલાત્કારે અકાર્યમાં પ્રવર્તાવે છે, શું કરીએ ? અમે કેવળ દ્રષ્ટા છીએ. II૩૨૨।।
૨૨
ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કષાય-નોકષાય દ્વારનું વર્ણન કર્યું અને કહ્યું કે મુનિઓ કષાય-નોકષાયને કરતા નથી. આ પ્રકારે ભગવાનના વચનના રહસ્યને કેટલાક મહાત્માઓ જાણનારા છે અને આગળ કહેશે, એ ભગવાનના વચનને પણ જાણનારા છે, તોપણ મૂઢ એવા તે સાધુઓ વડે નિમિત્તને પામીને કષાયનોકષાયના ભાવો કરાય છે, પરંતુ તેનો નાશ કરવા માટે સમર્થ થતા નથી, તે જોઈને નક્કી થાય છે કે તે જીવોનો કર્મસમૂહ બળવાન છે; કેમ કે જીવોને સામાન્યથી કષાય-નોકષાયના અનર્થનો બોધ નહિ હોવાથી કષાયને પરવશ થાય, પરંતુ જેમણે સંસારનું પારમાર્થિક સ્વરૂપ જાણ્યું છે અને સંસારની સર્વ વિડંબનાનું પ્રબળ કારણ આ કષાય-નોકષાય છે, તેમ પણ જાણ્યું છે, છતાં નિમિત્ત અનુસાર કષાયનોકષાયને વશ થઈને સાધુજીવન નિષ્ફળ કરે છે. તેથી તેમનો કર્મસમૂહ બળવાન છે, જેમ મંગુ આચાર્ય ભગવાનના વચનના પરમાર્થને જાણનારા હતા, તોપણ શિષ્યસંપદા, મધુ૨૨સાદિ અને શાતાના અર્થી થઈને કષાયોને પરવશ થયા. તેથી સાધુજીવન નિષ્ફળ કર્યું. તેથી જણાય છે કે ઘણા મહાત્માઓ શાસ્ત્ર ભણીને સૂક્ષ્મ બોધ પામ્યા પછી પણ બળવાન કર્મસમૂહને દૂ૨ ક૨વા સમર્થ થતા નથી, તે કર્મ સૂક્ષ્મ બોધવાળા પણ તે મહાત્માને બળાત્કારે અકાર્યમાં પ્રવર્તાવે છે. આ પ્રકારે પોતાનો ખેદ બતાવીને ગ્રંથકારશ્રી તે પ્રેરણા કરે છે કે વિવેકી પુરુષોએ અત્યંત સાવધાન થવું જોઈએ, નહિતર કષાય-નોકષાય વિનાશ ક૨શે. II૩૨૨ા અવતરણિકા :
गतं सप्रसङ्गं जुगुप्साद्वारं तद् गतौ च व्याख्याता प्रतिद्वारगाथा तद्व्याख्यानाच्च गतं कषायद्वारम् । अधुना गौरवद्वारं व्याचिख्यासुस्तावद् गौरववतः स्वरूपमाह
અવતરણિકાર્ય :
પ્રસંગ સહિત જુગુપ્સાદ્વાર પૂરું થયું=પ્રાસંગિક રીતે કર્મસંઘાત બલવાન છે, તે બતાવવાપૂર્વક