________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૧-૩
ભાવાર્થ :
જે મુનિઓનું ચિત્ત તત્ત્વથી ભાવિત છે, તેમને પુદ્ગલની અશુચિ અશુચિ જણાતી નથી, પરંતુ આત્માના મોહથી આકુળ ભાવો અશુચિરૂપે જણાય છે, તેથી ચિત્તને મલિન કરનારા ભાવોમાં જુગુપ્સા વર્તે છે. માટે બાહ્ય પદાર્થોને આશ્રયીને તેમને જુગુપ્સા થતી નથી. આથી અશુચિથી ભરેલાં મૃત કલેવરોને જોઈને નિંદા કરતા નથી. વળી અત્યંત મેલને કારણે પોતાના શરીરમાંથી કે વસ્ત્રમાંથી દુર્ગંધ આવતી હોય તોપણ તેમને ઉદ્વેગ થતો નથી, પરંતુ આત્મામાં રહેલા કષાયોના ભાવથી ઉદ્વેગ વર્તે છે. તેને દૂર કરવાનો પરિણામ વર્તે છે. અત્યંત અશુભ પરિણામેવાળા પદાર્થ પડ્યા હોય, જેને જોઈને ચીતરી ચડતી નથી આથી, તેનાથી આંખ પાછી ફેરવતા નથી, તેવા દાંત મુનિને સર્વ દ્રવ્યોમાં સમાન ભાવ વર્તે છે, એ સુસાધુનો જુગુપ્સા મોહનીય કર્મ પર વિજય છે. Iકરવા અવતરણિકા:
तदेवं सकलमोहजालोन्मूलनप्रवणेऽपि साधुधर्मे ज्ञाते बहून् कर्मपरतन्त्रतयाऽन्यथाकारिणोऽवलोक्येदमाहઅવતરણિકાર્ય :
આ રીતે સઘળી મોહની જાળને ઉખેડવામાં સમર્થ પણ સાધુધર્મ જણાયે છતે કર્મપરતંત્રતાને કારણે અન્યથા કરનારા ઘણા જીવોને જોઈને કહે છે – ભાવાર્થ :
પૂર્વમાં કષાયો અને નોકષાયો સંસારના પરિભ્રમણનું કારણ છે અને સાધુધર્મ કષાય-નોકષાયના ઉન્મેલનમાં પ્રવર્તનારો છે, એ પ્રમાણે શાસ્ત્રવચનથી અને યુક્તિથી જણાવા છતાં ઘણા સાધુઓ કર્મના પરતંત્રપણાથી કષાય-નોકષાયની પ્રવૃત્તિ કરતા દેખાય છે, તેથી તેમને જોઈને ગાથામાં તેમને આશ્રયીને ઉપદેશ આપે છે –
ગાથા -
एवं पि नाम नाऊण, मुज्झियव्वं ति नूण जीवस्स । ___ फेडेऊण न तीरइ, अइबलिओ कम्मसंघाओ ।।३२२।। ગાથાર્થ :
પ્રસિદ્ધ એવા આને પણ જાણીને ખરેખર મૂઢ જીવ મુંઝાય છે, જીવનો અત્યંત બળવાન કર્મસમૂહ દૂર કરવાને માટે શક્ય નથી. ll૩૨ ટીકા :एतदप्यनन्तरोक्तं कषायनोकषायनिग्रहपरम् अपिशब्दाद् वक्ष्यमाणं च भगवद्वचो नामेति