________________
ઉપદેશમાલા ભાગ-૨ / ગાથા ૩૨૦
ટીકા
भयं हीनसत्त्वतया आकस्मिकं सङ्क्षोभश्चौरादेः त्रासः, विषादो दैन्यं, मार्गविभेदः पथि गच्छतः सिंहादिभयादुद्वर्त्तनं, बिभीषिका वैतालादिभिर्वित्रासनानि, चः प्राग्वत्, परमार्गदर्शनानि भयादन्येषां वर्त्तनीकथनानि कुदर्शनमार्गकथनानि वा सर्वाण्यप्येतानि दृढधर्माणां धर्मे निश्चलचित्तानां कुतो भवन्ति ?, न कुतश्चिनिर्भीकत्वादिह च मार्गविभेदो बिभीषिकाश्चेत्येतत् पदद्वयं जिनकल्पापेक्षं દ્રષ્ટમિતિ ।।રૂ૨૦।।
૧૧૯
ટીકાર્થ ઃ
भयं દ્રષ્ટધ્યમિતિ ।। ભય=હીનસત્ત્વપણાથી આકસ્મિક ભય, સંક્ષોભ=ચોર વગેરેથી ત્રાસ, વિષાદ દૈત્ય, માર્ગવિભેદ=માર્ગમાં જતા સિંહ વગેરેના ભયથી પાછુ ફરવું, બિભીષિકા=વૈતાલ વગેરેથી ત્રાસ, ૨ શબ્દ પૂર્વની જેમ અવાન્તર ભેદોનો સૂચક છે. પરમાર્ગનાં દર્શનો=ભયથી બીજાના માર્ગનાં કથનો અથવા કુદર્શનના માર્ગનાં કથનો, સર્વ પણ આ દેઢધર્મવાળા સાધુઓને=ધર્મમાં નિશ્ચલ ચિત્તવાળા સાધુઓને, ક્યાંથી થાય ? અર્થાત્ થાય નહિ; કેમ કે નિર્ભીકપણું છે અને અહીં=ગાથામાં, માર્ગનો વિભેદ અને બિભીષિકા એ બે પદ જિનકલ્પની અપેક્ષાએ જાણવા. II૩૨૦ના
.....
ભાવાર્થ:
સુસાધુ તત્ત્વના ભાવનથી ભાવિત હોવાના કારણે ભયમોહનીય કર્મ વિદ્યમાન હોવા છતાં વિપાકમાં ન આવે તેવા સ્થિર ચિત્તવાળા હોય છે. તેથી નિમિત્તથી કે નિમિત્ત વગર તેઓને ભય થતો નથી અને જેઓ હીન સત્ત્વવાળા છે, તેઓને આકસ્મિક ભય પણ થાય છે. કોઈ ચોર વગેરેના સંયોગો ઉપસ્થિત થાય તો સામાન્ય જીવોને ક્ષોભ થાય છે, પરંતુ સુસાધુને ક્ષોભ નથી થતો. જોકે ઉપદ્રવથી પોતાના સંયમનું રક્ષણ કેમ કરવું ? તેનો વિચાર કરે છે, પરંતુ ચિત્તની વિહ્વળતાકૃત સંત્રાસ વર્તતો નથી. આથી રાજા વગેરેથી ઉપદ્રવ થાય તો મોટી નદીઓ ઊતરીને સ્થાનાંતર કરે છે. પરંતુ ચિત્તમાં સંક્ષોભ થવા દેતા નથી. વળી કોઈક વિપરીત સંયોગમાં વિષાદ થતો નથી, પરંતુ સંયમની વૃદ્ધિમાં વિઘ્ન ન થાય તેવા પ્રયત્ન કરે છે. વળી જિનકલ્પી મુનિઓ તત્ત્વથી અત્યંત ભાવિત મતિવાળા હોય છે. તેથી સિંહ વગેરેના ભયથી પણ માર્ગનો ત્યાગ કરીને પાછા ફરતા નથી, પરંતુ ઉચિત યતનાપૂર્વક નિર્ભયતાથી જાય છે. વળી કોઈ વૈતાલ વગેરેના ઉપસર્ગ થાય તોપણ જિનકલ્પીને સંત્રાસ થતો નથી; કેમ કે ભયને અત્યંત જીતેલો છે. વળી માર્ગમાં જતા સાધુ ભયથી બીજાને માર્ગનું કથન કરતા નથી અર્થાત્ જો આમને માર્ગ નહિ કહીએ તો અમને મારશે, એવા ભયથી માર્ગ બતાવતા નથી, પરંતુ ધર્મની મર્યાદાનુસા૨ ઉત્તર આપે છે. વળી ભયથી કુદર્શન માર્ગનાં કથનો કરતા નથી અર્થાત્ જો આ લોકોની વચ્ચે આ પ્રકારનું કથન નહિ કરવામાં આવે તો તેઓ મારા વિરોધી થશે તેવા ભયથી કુદર્શનના માર્ગને કહેતા નથી. જેમ સાવદ્યાચાર્યએ આ લોકો મને બદનામ કરશે, એવો ભય રાખ્યા વગર “જોકે