________________
સમાણ ભાગ-૨ગાથા-૩૧૮-૩૧૯
૧૧૭ ગમન કરે છે, તેમને ધર્મધ્યાનની અરતિ વર્તે છે. તેવી અરતિ સુસાધુને હોતી નથી. તેથી ફલિત થાય કે ધર્મધ્યાનથી અન્યત્ર ક્યાંય તેમને રતિ વર્તતી નથી. પરંતુ ધર્મધ્યાન અને તેને અનુકૂળ તત્ત્વના ભાવનમાં રતિ વર્તે છે. તેથી અરતિના પરિણામથી સર્વથા પર છે. વળી અરમત્તિકા=ધર્મધ્યાનમાં ન રમવું, પ્રમાદી થઈને રહેવું, તેવી અરમત્તિકા સુસાધુને નથી અને જેમનું ચિત્ત ધર્મધ્યાનથી વિમુખ વર્તે છે, તેઓ કદાચ વિષયોમાં રતિના પરિણામવાળા ન હોય તોપણ તત્ત્વના વિષયમાં અરતિની પરિણતિ વર્તે છે. સુસાધુને તેવી અરતિ નથી. વળી સુસાધુને શરીર આદિના પ્રતિકૂળ સંયોગમાં ગાઢ ઉગરૂપ અરતિ નથી; કેમ કે પોતાના કરેલા કર્મના વિપાકમાં શમભાવથી તે ભાવોનું વેદન કરનારા છે. વળી વિષયોની લાલસાને કારણે તેની અપ્રાપ્તિમાં સંસારી જીવોને જે ચિત્તનો ક્ષોભ વર્તે છે, તેવા કલમલક પરિણામરૂપ અરતિ સુસાધુને નથી. વળી હું આ વસ્ત્ર ધારણ કરું, આને ખાઉં, આને પીઉં એ રૂપ બાહ્ય પદાર્થોમાં ચલચિત્તતા સુસાધુને થતી નથી; કેમ કે તેમનું ચિત્ત ધર્મધ્યાન-શુક્લધ્યાનને અનુકૂળ બળસંચયમાં સદા વ્યાપારવાળું છે. તેથી ધર્મધ્યાનમાં કે તેને અનુકૂળ ભાવો કરવામાં તેમને લેશ પણ અરતિ નથી. આથી સાધુ અરતિના પરિણામથી સર્વથા પર રહે છે. ll૩૧૮માં અવતારણિકા:
गतमरतिद्वारमधुना शोकद्वारमधिकृत्याहઅવતરણિકાર્ય :
અરતિદ્વાર પૂરું થયું. હવે શોકદ્વાર કહે છે – ગાથા -
सोगं संतावं अद्धिइं च मनुं च वेमणस्सं च ।
कारुण्णरुण्णभावं, न साहुधम्मम्मि इच्छंति ॥३१९॥ ગાથાર્થ :
(તીર્થકરાદિ) સાધુધર્મમાં શોક, સંતાપ, અધૃતિ, મઘુત્રશોકના અતિશયને કારણે કાનનો નિરોધ, વૈમનસ્ય, કારુદિત એવા રુદિતભાવને ઈચ્છતા નથી. II૩૧૯l ટીકા :
शोकः स्वजनमरणादो चित्तखेदस्तं, सन्तापः स एवाधिकतरस्तम्, अधृतिः क्वचित् क्षेत्रादौ तद्वियोगबुद्धिस्तां, चशब्दा एतेऽप्युक्ताऽर्थाः, मन्युः शोकातिरेकात् श्रोतसां निरोधस्तं, वैमनस्यम् आत्मघातादिचिन्तनम्, ईषद् रुदितं कारुदितं रुदितभावो महता शब्देनाक्रन्दनं तं किं ? न साधुधर्म इच्छन्ति तीर्थकरादयः चित्तसमाधानसाध्यत्वात् तस्येति ।।३१९।।