________________
૧૩
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૨૩ ગુણાકાર પૂરું થયું અને તે સમાપ્ત થયે છતે પ્રતિદ્વારગાથા વ્યાખ્યાન કરાઈ અને તેના વ્યાખ્યાનથી કષાયદ્વાર વ્યાખ્યાન કરાયું. હવે ગૌરવદ્વાર કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી પ્રથમ ગૌરવવાળાના સ્વરૂપને કહે છે – ગાથા -
जह जह बहुस्सुओ सम्मओ य सीसगणसंपरिवुडो य ।
अविणिच्छिओ य समए, तह तह सिद्धंतपडणीओ ॥३२३।। ગાથા -
શાસ્ત્રને વિષે નહિ જણાયેલા તત્ત્વવાળો જેમ જેમ બહુશ્રુત થયેલો, બહુજનને સંમત થયેલો, શિષ્યગણથી પરિવરેલો તેમ તેમ સિદ્ધાંતનો પ્રત્યેનીક થાય છે. ll૩૨૩ ટીકા :
यथा यथा बहुश्रुतः श्रवणमात्रेण, सम्मतश्च तथाविधलोकस्य, शिष्यगणसंपरिवृतश्च बहुमूढपरिवारश्च, मूढानां तथाविधपरिग्रहणाद्, अविनिश्चितश्चाज्ञाततत्त्वश्च समये सिद्धान्ते, ज्ञाततत्त्वस्य ऋद्धिरससातगौरवेषु प्रतिबन्धाभावात्, तद्वतः परमार्थतो ज्ञानशून्यत्वात्, तथा तथाऽसौ वस्तुस्थित्या सिद्धान्तप्रत्यनीकः सिद्धान्तविनाशकस्तल्लाघवापादनादिति ॥३२३।। ટીકાર્ય :
યથા યથા.... પાલનપતિ | જેમ જેમ બહુશ્રુત શ્રવણમાત્રથી બહઋત, તેવા પ્રકારના લોકને સંમત માત્ર બોલવામાં કુશળ જોઈને તેનાથી પ્રભાવિત થાય તેવા લોકોને સંમત, શિષ્યગણથી પરિવરેલો=બહુ મૂઢ શિષ્યોના પરિવારવાળો; કેમ કે મૂઢ જીવોને તેવા પ્રકારનું પરિગ્રહણ છે, મૂઢ આવો જ તેવા ગુરુને ગુરુ તરીકે સ્વીકારે છે. સમયમાં સિદ્ધાંતમાં, અવિનિશ્ચિત=નહિ જણાયેલા તત્વવાળા કેમ કે જણાયું છે તત્વ એવા સાધુને ઋદ્ધિ-રસ-શાતા ગારવામાં પ્રતિબંધનો અભાવ છે, તદ્વાનને=ઋદ્ધિગારવાદિવાળા સાધુને, પરમાર્થથી જ્ઞાનશુલ્યપણું છે, તેમ તેમ આ=બહુશ્રુત સાધુ, વસ્તુસ્થિતિથી=પરમાર્થથી, સિદ્ધાંત પ્રત્યેનીક છેઃસિદ્ધાંતને વિનાશ કરનારા છે; કેમ કે તેના લાઘવની પ્રાપ્તિ =લોકોને ઋદ્ધિગારવાદિ દોષરૂપ નથી, તેવો બોધ કરાવીને ભગવાનના શાસનની લઘુતા કરનારા છે. ૩૨૩માં ભાવાર્થ -
જે મહાત્માઓ ભગવાનનાં શાસ્ત્રોને જાણ્યા પછી મંગુ આચાર્યની જેમ ઋદ્ધિ-રસ-શાતા ગારવમાં આસક્ત છે, તેઓ ઘણાં શાસ્ત્રો ભણ્યા હોય, તોપણ શાસ્ત્રના પરમાર્થને યથાર્થ જોડતા નથી; કેમ કે શાસ્ત્રનો પરમાર્થ કષાય-નોકષાયના ઉન્મેલનમાં જ પ્રવર્તાવે છે અને ઋદ્ધિગારવાદિ ભાવો કષાયની વૃદ્ધિમાં