________________
૧૧૪
ઉપદેશમાલા ભાગ ૨ | ગાથા-૩૧૬-૧૭ હાસ્યનો જ એક ભેદ છે અને અર્થથી બધાં સરાગ કાવ્યોમાં રતિ કરતા નથી અર્થાત્ જે કાવ્યની વિશિષ્ટ રચનાને કારણે કાવ્ય પ્રત્યે રાગ થાય, તેવાં કાવ્યોમાં રતિ કરતા નથી. આથી જ ભગવાનની ભક્તિ માટે કાવ્યની રચના કરે ત્યારે ભગવાનના ગુણો પ્રત્યે ભક્તિનો અતિશય થાય તેવો યત્ન કરે છે, પરંતુ કાવ્યની રચના પ્રત્યે રતિ કરતા નથી. વળી કંદર્પ=સામાન્યથી હાસ્ય પણ કરતા નથી અને બીજાને હાસ્ય ઉત્પન્ન કરે એવું કંઈ કરતા નથી. જેથી હાસ્ય મોહનીય નામનો નોકષાય નિમિત્ત પામીને પુષ્ટ પુષ્ટતર થતો નથી, પરંતુ તત્ત્વના ભાવનથી સતત ક્ષીણ ક્ષીણતર થાય છે. II૩૧૬ના
અવતરણિકા :
गतं हासद्वारमधुना रतिद्वारमाश्रित्याह
અવતરણિકાર્થ :
હાસ્યદ્વાર પૂરું થયું. હવે રતિદ્વારને આશ્રયીને કહે છે
ગાથા:
साहूणं अप्परुई, ससरीरपलोयणा तवे अरुई । सुत्थियवनो अइपहरिसो य नत्थि सुसाहूणं ॥ ३१७।।
ગાથાર્થ ઃ
સાધુઓને આત્મામાં રુચિ નથી, પોતાના શરીરની પ્રલોકના નથી, તપમાં અરતિ નથી, સુસાધુઓ સુસ્થિત વર્ણવાળા અને અતિપ્રહર્ષવાળા નથી. ।।૩૧૭||
ટીકા ઃ
साधूनामात्मनि रुचिर्मा मे शीतं, मा मे तापो भूयादित्यात्मवल्लभतात्मरुचिर्नास्तीति सम्बन्धः । स्वशरीरप्रलोकना राढया आत्मतनुनिरीक्षणं नास्त्यत एव प्रसङ्गतस्तत्कार्यमाह - तपस्यनशनादावरतिर्नास्ति स्वतनुवर्णाद्युत्कर्षपरो हि न तपसि रज्यते, तथा सुस्थितोऽहमिति वर्ण आत्मश्लाघा सुस्थितवर्णोऽतिप्रहर्षश्च महत्यपि लाभादिके हर्षहेतो नास्ति सुसाधूनां साधुग्रहणे सत्यपि पुनः सुसाधुग्रहणं एवम्भूता एव सुसाधवो भवन्तीति ज्ञापनार्थम् ।। ३१७ ।।
ટીકાર્થ ઃ
साधूनामात्मनि સાપનાર્થમ્ ।। સાધુઓને આત્મામાં રુચિ નથી=મને શીત ન થાવ' ‘તાપ ન થાવ' ઇત્યાદિ આત્મવલ્લભતા રૂપ આત્મરુચિ નથી, એ પ્રકારે સંબંધ છે=ગાથાના અંતિમ પદ સાથે સંબંધ છે. પોતાના શરીરની પ્રલોકના નથી=શોભાના હેતુથી પોતાના શરીરનું નિરીક્ષણ કરતા નથી. આથી જ પ્રસંગથી તેના કાર્યને કહે છે=શરીરની શોભાને વધારવા યત્ન કરતા નથી