________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૧૫-૩૩
૧૧૨
ગાથાર્થઃ
દરેક પદે ગુણ-દોષના ઘણા વિશેષ એવા સમગ્રને જાણીને જીવ દોષોથી વિરાગ પામતો નથી, એ કર્મનો અધિકાર છે. II૩૧૫।।
ટીકા ઃ
गुणा ज्ञानादयो, दोषाः क्रोधादयः, गुणदोषाणां बहुर्यथाक्रमं मोक्षसंसारहेतुतया विशेषो यस्मिंस्तद् गुणदोषबहुविशेषं पदं पदमिति वीप्सया सर्वसङ्ग्रहमाह, तथाहि ज्ञानादीनां मोक्षहेतुत्वप्रतिपादकानि, क्रोधादीनां संसारकारणतावेदकानि सर्वाण्येव भगवदागमपदानि ज्ञात्वा निःशेषं सम्पूर्णतया, तथाऽपि दोषेभ्यः पापानुष्ठानेभ्यो जनो न विरज्यते न निवर्ततेऽयं कर्मणामधिकारोऽवसर કૃતિ ।।રૂક્ષ્।।
ટીકાર્થ ઃगुणा ज्ञानादयो
-
રૂતિ ।। ગુણો જ્ઞાનાદિ, દોષો ક્રોધાદિ, ગુણદોષોના બહુવિશેષને=અનુક્રમે મોક્ષ અને સંસારના હેતુપણાથી ભેદ છે જેમાં તે ગુણદોષ બહુવિશેષને, દરેક પદે જાણીને પર્વ પવું એ વીપ્સાથી સર્વસંગ્રહને કહે છે તે આ પ્રમાણે – શાનાદિનું મોક્ષહેતુત્વ પ્રતિપાદન કરનારા, ક્રોધાદિની સંસારકારણતા જણાવનારાં બધાં જ ભગવાનના આગમનાં પદોને નિઃશેષથી=સંપૂર્ણપણાથી, જાણીને, તે રીતે પણ દોષોથી=પાપઅનુષ્ઠાનોથી, લોક વિરાગ પામતો નથી=નિવર્તન પામતો નથી, એ કર્મનો અધિકાર છે=કર્મને વશ છે. ।।૩૧૫।।
ભાવાર્થ:
જે જીવો અજ્ઞાની છે, તેમને તો કષાયો સર્વ પ્રકારના ફલસાધક છે, તેમ પ્રતીત થાય છે. પરંતુ જેમને ભગવાનના વચનના પરમાર્થનો બોધ થયો છે, તેઓ કષાયના દોષોને અને જ્ઞાનાદિના ગુણોને યથાર્થ જાણે છે. તેથી સદા જ્ઞાનાદિ ગુણના પક્ષપાતી છે અને કષાયના દોષો વિચારીને તેના અનર્થનો પણ હંમેશાં વિચાર કરે છે. છતાં પણ તેમનું ચિત્ત દોષોથી વિરામ પામતું નથી, તે બતાવે છે કે તેમના ચિત્ત ઉપર કર્મનો પ્રચૂર અધિકાર વર્તે છે. આથી કર્મને વશ થઈને દોષોના ત્યાગ માટે યત્ન કરતા નથી, પરંતુ નિમિત્તોને પામીને કષાયો કરે છે, નિપુણબોધ હોવા છતાં તે બોધને નિષ્ફળપ્રાયઃ કરે છે, તે સર્વનું કારણ તેઓ પર વર્તતો કર્મનો અધિકાર છે. II૩૧૫॥
અવતરણિકા :
तदियता ग्रन्थेन प्रतिद्वारगाथायां यदुक्तं 'क्रोधो मानो माया लोभ' इति तद् व्याख्यातमधुना हासद्वारमधिकृत्याह