________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૧૨–૩૧૩
૧૦૯ જેવા, વનગજેન્દ્રને અરથના હાથીને, ગ્રહણ કરે છે, તે તેના વડે જ તે હાથી વડે જ, ચૂર્ણ કરાય છે. માનગજેન્દ્ર સાથે આ ઉપમા છે=માનને પણ કરતો જીવ તે પ્રકારે વિનાશ પામે છે. Im૩૧૨ાા ભાવાર્થ:
જીવમાં માન આપાદક કર્મ વિદ્યમાન છે, માનના સંસ્કારો વિદ્યમાન છે, તે તે નિમિત્તને પામીને માન-કષાયને પોષવાની વૃત્તિ સ્થિર રહેલ છે. આમ છતાં જે મહાત્માઓ માનની અનર્થકારિતાનું ભાવન કરીને માન-કષાયનો નાશ કરવા માટે ગુણવાન પુરુષો પ્રત્યે અત્યંત નમ્ર પરિણામવાળા થાય છે, તેઓ જ માન-કષાયને અંકુશમાં રાખવા સમર્થ બને છે અને જેઓ મોહથી મૂઢ છે, તેઓ વિચાર્યા વગર પ્રવૃત્તિ કરનારા છે. તેથી જેમ કોઈ પુરુષ મદથી ઉત્કટ થયેલા સાક્ષાત્ યમરાજ જેવા વનના હાથીને ગ્રહણ કરે તો તે હાથ વડે જ ચગદાય છે, તેમ આત્મા ઉપર રહેલા માન આપાદક કર્મને વશ થઈને જેઓ માનથી ફુલાતા હોય છે, તેમને માન-કષાય જ દુરંત સંસારમાં પરિભ્રમણનું કારણ બને છે. આથી શાસ્ત્ર ભણીને વિદ્વાન શ્રતમદ કરે છે. કોઈ તપ-ત્યાગ કરીને અમે જગત માટે પૂજ્ય છીએ, એ પ્રકારે મદ કરે છે અને સર્વત્ર માન-ખ્યાતિપૂર્વક વિચારવાની ઇચ્છાવાળા છે, તેવા ત્યાગી સાધુઓ પણ માન-કષાયને વશ બનીને મનુષ્યભવને નિષ્ફળ કરે છે. ગૃહસ્થો પણ ભગવાનની ભક્તિ કરવી આદિ નિર્મળ આચારો પાળતા હોય છતાં અતિ માન-કષાયને વશ બને તો પોતે ધર્મ કરે છે ઇત્યાદિ દ્વારા માનની આકાંક્ષાને પોષીને પોતાના ધર્મને નિષ્ફળ કરે છે અને માનને વશ થઈને દીર્ઘ સંસારને પ્રાપ્ત કરે છે. I૩૧શા
ગાથા -
विसवल्लिमहागहणं, जो पविसइ साणुवायफरिसविसं ।
सो अचिरेण विणस्सइ, माया विसवल्लिगहणसमा ।।३१३।। ગાથાર્થ
જે સાનુવાત સ્પર્શવિષવાળા વિષવલિમહાગહનમાં પ્રવેશ કરે છે, તે શીધ્ર વિનાશ પામે છે. માયા વિષવલિગ્રહણ જેવી છે. ll૩૧૩II. ટીકા :
विषप्रधाना वल्ल्यो विषवल्ल्यस्तासां महागहनं बृहद् गह्वरम् विषवल्लीमहागहनं तद् यः प्रविशति, किम्भूतम् ? अनुकूलो वातोऽनुवातः सहानुवातेन वर्त्तते इति सानुवातं, सानुवातं स्पर्शविषं यस्मिंस्तत् तथा, गन्धेन स्पर्शेन च यन् मारयतीत्यर्थः । स प्रविशन् अचिरेण क्षिप्रं विनश्यति माया विषवल्लीगहनसमा तद्वन्मारकत्वादिति ॥३१३।। ટીકાર્ય :વિષપ્રથાના ....... તમારત્વતિ | વિષ છે પ્રધાન જેમાં એવી વલિઓ વિષવલિઓ તેનું