________________
૨૮
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૯-૨૫૦
તેને ઉપદેશની સામગ્રી મળે કે શાસ્ત્રનો વિશદ બોધ હોય, અનેકને સન્માર્ગ બતાવીને ચારિત્રનું વીર્ય ઉલ્લસિત કરાવી શકતા હોય, તોપણ નંદિષણ મુનિની જેમ નિકાચિત અવસ્થાને પ્રાપ્ત થયેલ તે કર્મ ક્ષયોપશમભાવને પામતું નથી, તેથી તેવા જીવો પ્રત્યે તીવ્ર સંવેગપૂર્વકનો ઉપદેશ પણ નિષ્ફળ બને છે. આમ છતાં કોઈ ઉપદેશક તેવા પણ નિકાચિત કર્મવાળા જીવને તત્ત્વનો બોધ કરાવવા ઉપદેશ આપતા હોય અને ઉપદેશકાળમાં જ ક્ષપકશ્રેણીનું સદ્દીર્ય ઉલ્લસિત થાય તો તે નિકાચિત કર્મોના બળ કરતાં પણ અંતરંગ અધિક વીર્યવાળા થવાથી નિકાચિત કર્મનો પણ નાશ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.
વળી કેટલાંક કર્મો માત્ર આત્મા ઉપર સ્પર્શ કરીને ક્ષણમાં નાશ પામે છે, તેને મલિનિત અથવા સ્પષ્ટ કર્મો કહેવાય છે, તેવા કર્મો ઉપશાંત વીતરાગ, ક્ષીણ વીતરાગ કે સયોગી કેવલીને હોય છે, તે લાગેલાં કર્મો પણ તેટલા અંશમાં આત્માને મલિન કરે છે અને અવીતરાગને બદ્ધ, નિધત્ત કે નિકાચિત અવસ્થાવાળાં કર્મો બંધાય છે અને તેવાં કર્મોના ઉદયને કારણે કેટલાક જીવો જાણવા છતાં મોહ પામે છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવો પણ કષાયોની વિષમતા જાણે છે, છતાં બદ્ધ અવસ્થાને પામેલાં કર્મો પણ જો તે પ્રમાદી હોય તો મોહ ઉત્પન્ન કરે છે. આથી કર્મના નાશના અર્થીએ કષાય આપાદક અને યોગઆપાદક કર્મોના વાસ્તવિક સ્વરૂપનું નિપુણતાથી ભાવન કરીને તેના નાશ માટે ઉદ્યમ કરવો જોઈએ. રિલા અવતરણિકા -
एवं चઅવતરણિકાર્ય :
અને આ રીતે=ગાથા-૨૪૯માં બતાવ્યું એ રીતે, જાણીને પણ કર્મને વશ મોહ પામે છે. તે બતાવે છે –
ગાથા -
कम्मेहि वज्जसारोवमेहि जउनंदणो वि पडिबुद्धो ।
सुबह पि विसूरंतो, न तरइ अप्पक्खमं काउं ।।२५०।। ગાથાર્થ -
વસારની ઉપમાવાળાં કમોં વડે ઘણું પણ મનથી ખેદ પામતા પ્રતિબોધ પામેલા યદુનંદન=કૃષ્ણ મહારાજ, પણ સ્વહિતને કરવા માટે સમર્થ થયા નહિ. રાજા ટીકા :
कर्मभिर्वज्रसारोपमैनिबिडनिकाचितैर्यदुनन्दनो विष्णुः, अपिशब्दादन्ये च, प्रतिबुद्धो ज्ञानी सुबह्वपि 'विसूरंतो' त्ति मनसाऽपि खिद्यमानो 'न तरइत्ति न शशाक आत्मक्षमं स्वहितं कर्तुमिति ર૬૦ના