________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૯૮
संजोयणा पमाणे इंगाले धूमकारणे चेव त्ति । स साधुरेषणायां समित इत्युच्यते । आजीवी लिङ्गोपजीवको वेषविडम्बकोऽन्यथा एतद्वैपरीत्ये भवति गुणशून्यत्वादिति ।।२९८।। ટીકાર્ય :
વિસ્તારિત ... ઈચિત્તાહિતિ | ઇચ્છાય છે.=અન્વેષણ કરાય છે, પિંડ જેના વડે તે એષણાઓ બેંતાલીસ છે=આધાકમદિ દોષો સામાન્ય વ્યુત્પત્તિથી ગ્રહણ કરાય છે, ત્યાં=બેંતાલીસ દોષોમાં, ઉદ્દગમદોષો સોળ છે અને તે આ છે –
આધાકર્મ, શિક, પૂતિકર્મ, મિશ્રજાત, સ્થાપના, પ્રાભૃતિક, પ્રાદુષ્કરણ, ક્રીત, પ્રામિત્ય, પરિવર્તિત, અભ્યાહત, ઉભિન્ન, માલાપહત, આચ્છેદ્ય, અતિસૃષ્ટિ અને સોળમો અધ્યવપૂરક દોષ છે. II૧-રા ઉત્પાદવાદોષો પણ સોળ છે અને તે આ છે – ધાત્રી, દૂતી, નિમિત્ત, આજીવ, વકીપક, ચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ આ દસ છે. પૂર્વ સંસ્તવ, પશ્ચાત્ સંસ્તવ, વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગ અને સોળમો મૂળ કર્મ ઉત્પાદનાના દોષો છે. ૩-૪
એષણાના દોષો દશ છે અને તે આ છે – શંકિત, પ્રક્ષિત, વિક્ષિપ્ત, પિહિત, સંહત, દાયક, ઉન્મિશ્ર, અપરિણત, લિપ્ત, છદિત એષણાના દોષો દશ છે. પા.
આ સર્વે પણ મળેલી બેતાલીસ એષણાઓ કહેવાઈ, નકાર વળી આગમિક =ગાથામાં વાવાન પછી જ કાર છે તે આગમિક છે.
અને પાંચ ભોજનના દોષોને જે સાધુ અકરણથી શોધન કરે છે. તે આ છે – સંયોજના, પ્રમાણ, અંગારદોષ, ધૂમદોષ, કારણ. ત્તિ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
તે સાધુ એષણામાં સમિત છે. એ પ્રમાણે કહેવાય છે. અન્યથા આના વિપરીતપણામાં, આજીવી=લિંગ ઉપજીવક–વેષવિડંબક છે; કેમ કે ગુણશૂન્યપણું છે. ll૨૯૮ ભાવાર્થ :
જેમ ગૃહસ્થને કર્માદાનના ત્યાગપૂર્વક ન્યાય સદાચારથી ઉચિત આજીવિકા છે અને તે રીતે જીવનાર ગૃહસ્થ ધર્મનો અધિકારી બને છે, તેમ સાધુના જીવનમાં બેંતાલીસ દોષોથી રહિત નિર્દોષ ભિક્ષા સદાચારયુક્ત આજીવિકારૂપ છે અને માંડલીના પાંચ દોષોના પરિહારથી તે નિર્દોષ ભિક્ષા પણ સંયમવૃદ્ધિનું કારણ બને છે. તેથી જે સાધુ ભિક્ષાચર્યાના બેંતાલીસ દોષો અને ભોજનના પાંચ દોષોના પારમાર્થિક સ્વરૂપના બોધપૂર્વક સંયમવૃદ્ધિ માટે ભિક્ષા લાવવા યત્ન કરે છે, તેઓ એષણા સમિતિવાળા છે. શરીરનું સંઘયણ અને કાળદોષને કારણે સંયમનો નિર્વાહ ન થતો હોય તો આત્મવંચના કર્યા વગર પંચક હાનિથી ઉચિત યતના કરે છે અને શુદ્ધ આચાર પાળવાના અર્થી છે, તેઓ એષણા સમિતિવાળા છે. જેમ કોઈ વિવેકી શ્રાવકને કર્માદાન વગર આજીવિકા થઈ શકે તેમ ન હોય તો કર્માદાનના વાસ્તવિક સ્વરૂપને