________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૯૬-૨૯૭
-
નહિ હોતે છતે=નિષ્પ્રયોજન વળી, બોલતા નથી જ=સાધુ બોલતા નથી જ, આથી જ કહે છે વિકથા=સ્ત્રીકથા આદિ, વિશ્રોતસિકાષ્ટ અંતર્જલ્પરૂપ ભાષા, તે બન્નેથી પરિવજિત=વિકથા વિશ્નોતસિકાથી રહિત મુનિ હોય છે, ચ શબ્દથી સોળ પ્રકારની વચન વિધિને જાણનાર યતિ=સાધુ, ભાષણં=ભાષણા=વાણી, તેમાં સમિત ભાષા સમિતિવાળા છે. ।।૨૯૭ના
૧
ભાવાર્થ :
સાધુ સંયમવૃદ્ધિના પ્રયોજન સિવાય બોલે નહિ અને બોલે તો સાવઘ નહિ, પરંતુ સંયમનું પોષક હોય તેવું જ બોલે. આથી જ ગીતાર્થ સાધુએ અન્ય સાધુને કોઈ કૃત્ય કરવાનું કહેવાનું પ્રયોજન હોય, ત્યારે પણ ઉચિત યતનાની સ્પષ્ટતા વગર માત્ર તે કૃત્ય કરવાનું કહે તો તે કૃત્ય જ્ઞાનાદિ વિષયક હોવા છતાં સાવદ્ય ભાષારૂપ બને; કેમ કે તે કૃત્ય તે સાધુ અયતનાથી કરે તેથી આરંભ-સમારંભ થાય, તેને અનુકૂળ તે ગીતાર્થ સાધુનું સૂચન હોવાથી જ્ઞાનાદિ પ્રયોજનથી બોલાયેલી તે સાવદ્ય ભાષા છે. આથી સાધુ ઉત્સર્ગથી ગૃહસ્થને કોઈ કાર્ય કરવાનું કહે નહિ; કેમ કે તે વચનપ્રયોગ ગૃહસ્થના સાવઘ પરિણામનો પ્રવર્તક બને. તેથી જ્ઞાનાદિ પ્રયોજનથી પણ ભાષાસમિતિવાળા સાધુ અનવદ્ય ભાષા બોલે છે. વળી સંયમવૃદ્ધિનું પ્રયોજન ન હોય તેવા કૃત્ય વિષયક સાધુ ક્યારેય બોલે નહિ. આથી વિકથા અને વિસ્રોતસિકા રહિત=મોક્ષમાર્ગથી વિપરીત ચિત્તમાં અંતર્જલ્પ રૂપે પ્રવર્તતી પરિણતિથી રહિત, સાધુ બોલે છે તે ભાષાસમિતિવાળા છે. તેથી સાધુના ચિત્તમાં પ્રયોજન વગરની જે અંતર્જલ્પરૂપ વિચારણા ચાલતી હોય તેના નિવારણ માટેના પ્રયત્ન વિના સાધુ પ્રયોજનથી બોલતા હોય તોપણ ભાષાસમિતિવાળા નથી, માટે અંતરંગ શુભ પરિણામપૂર્વક ચિત્તને વિકથા-વિસ્રોતસિકા પરિણતિથી રહિત નિર્મળ કરીને ધર્મધ્યાનને અનુકૂળ ચિત્ત પ્રવર્તે તે રીતે યત્ન કરવો જોઈએ અને તેવા સુસાધુ સંયમના પ્રયોજનથી યતનાપૂર્વક બોલે ભાષાસમિતિ છે.
ટીકામાં કહ્યું કે સોળ પ્રકારના વચનની વિધિને જાણનાર સાધુ ભાષાસમિતિથી બોલે છે, તેથી સાધુએ ભાષા કેવી બોલવી જોઈએ, ક્યારે બોલવી જોઈએ ? સ્વ-પરના ઉપકારનું પ્રયોજન ન હોય ત્યારે મૌન રહીને આત્મકલ્યાણ સાધવું જોઈએ વગેરે વિશેષ સ્વરૂપ ઉપાધ્યાય યશોવિજય મહારાજના રચેલા ભાષારહસ્ય નામના ગ્રંથથી જાણવું.
સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે વચનગુપ્તિનો ભંગ ન થાય તે રીતે સાધુ અત્યંત વિવેકપૂર્વક વચન બોલે તે ભાષાસમિતિ છે અને બોલવાના કાળમાં ક્યાંય અંતરંગ રાગાદિ ભાવો ઉલ્લસિત ન થાય, પરંતુ વીતરાગતાને અભિમુખ સંવરભાવ અતિશય અતિશય થાય, તે પ્રકારના ઉપયોગપૂર્વક ભાષા બોલાતી હોય તો વચન ગુપ્તિનો ભંગ થાય નહિ. અન્યથા સત્ય વચન બોલતી વખતે પણ કાયકલુષ જીવ વચન ગુપ્તિવાળો નહિ હોવાથી યથાર્થ વચન બોલવા છતાં કર્મ બાંધે છે. II૨૯૭ના
અવતરણિકા :साम्प्रतमेषणासमितिमुररीकृत्याह