________________
૧૦૦
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૦૨-૩૦૩, ૩૦૪-૩૦૫ ક્રોધનો પરિણામ ઉપશમ પામ્યો ન હોય ત્યારે નિમિત્તને પામીને પ્રતિકૂળ ભાવો પ્રત્યે અલ્પ કે અધિક અરુચિ થાય છે, તે અનુપશમ છે. વળી તમસભાવ એ ગુસ્સાને કારણે ચિત્તમાં વ્યાપ્ત થયેલો અંધકારનો પરિણામ છે, તે કાર્ય અકાર્યનો વિચાર કરવામાં બાધક છે. કોઈક વસ્તુના વિનાશને કારણે કે અન્ય કારણે ચિત્તમાં જે સંતાપ થાય છે, તે પણ ક્રોધનો વિશેષ પ્રકારનો પરિણામ છે.
કોઈ પ્રત્યે ક્રોધ થયો હોય તેના કારણે આંગળીથી તર્જના કરે તે ક્રોધની અભિવ્યક્તિ રૂપ નિશ્છોટન જીવનો પરિણામ છે. નિર્ભર્જન એ ક્રોધની ઉગ્રતાને કારણે કોઈકને ઉતારી નાખવાને અનુકૂળ ચેષ્ટાવિશેષ છે. કોઈક પ્રત્યે ક્રોધ થયો હોય તેથી પૂર્વમાં તેનું અનુવર્તન કરતો હોય તેનો ત્યાગ કરીને નિરનુવર્તન કરે તે પણ ક્રોધનું કાર્ય છે. કોઈક સાથે પૂર્વમાં સંવાસ હોય, પરંતુ ક્રોધને કારણે તેનાથી દૂર રહે તે પણ ક્રોધનું કાર્ય છે. કોઈકે કોઈક કાર્ય કર્યું હોય અથવા સ્વયં કોઈ કાર્ય કર્યું હોય અને ગુસ્સો આવે ત્યારે તે કાર્યનો નાશ કરે તે પણ ક્રોધજન્ય કૃત્ય છે. તેથી ક્રોધનો પર્યાય છે, અસભ્યબાહ્ય પદાર્થો પ્રત્યે ચિત્તની સામ્યવૃત્તિ નહિ હોવાથી ઇન્દ્રિયોને પ્રતિકૂળ ભાવોમાં કંઈક અરુચિ થાય તે અસામ્યરૂપ ક્રોધનો પરિણામ છે. આ સર્વ ક્રોધના જ પરિણામો છે અને તે પરિણામમાં વર્તતો જીવ જ્ઞાનાવરણી આદિ કર્મોને બાંધે છે; કેમ કે અજ્ઞાનના નિમિત્તે કષાયો થાય છે અને કષાયના પ્રકર્ષથી ગાઢ જ્ઞાનાવરણીમોહનીય આદિ કર્મો બાંધે છે, એટલું જ નહિ પણ દુર્ગતિની પ્રાપ્તિનું કારણ બને તેવાં ક્લિષ્ટ અશાતાવેદનીય કર્મોને પણ બાંધે છે. ||૩૦૨-૩૦૩||
અવતરણિકા :
मानपर्यायानाह
અવતરણિકાર્થ :
માનના પર્યાયવાચી શબ્દોને કહે છે
ગાથા =
-
माणो मयहंकारो, परपरिवाओ य अत्तउक्करिसो ।
परपरिभवो विय तहा, परस्स निंदा असूया य ।। ३०४ ।।
ગાથાર્થ ઃ
માન, મદ, અહંકાર, પરપરિવાદ, આત્મઉત્કર્ષ, પરપરિભવ પણ, તે પ્રમાણે પરની નિંદા અને અસૂયા. ||૩૦૪]]
ટીકા
मानो मदोऽहङ्कारः परपरिवादश्चात्मोत्कर्षः परपरिभवोऽपि च तथा परस्य निन्दाऽसूया ૨ ||૪||