________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૦૭-૨૦૭
૧૦૩
ગાથા -
छल छोम संवइयरो, गूढायारत्तणं मई कूडिला । .
वीसंभघायणं पि य, भवकोडिसएसु विनडेन्ति ।।३०७।। ગાથાર્થ -
છલ, છઘ, સંવ્યતિકર, ગૂઢાચારપણું, મતિકુટિલતા, વિશ્વસ્તનો ઘાત કરવો, દોડો ભવોમાં જીવને નચાવે છે. ll૩૦૭ના ટીકા -
छलं छद्म संव्यतिकरः गूढाचारत्वं मतिः कुटिला, विश्रम्भघातनमपि चैतानि मायाशब्देनोच्यन्ते, प्रागुक्तन्यायादमूनि च भवकोटीशतेषु विनाटयन्ति विगोपयन्ति जीवं तत्कारिणमिति गम्यते ।।३०७।। ટીકાર્ય :
છછ ... અને . છલ, છા, સંવ્યતિકર=વિપરીત પ્રસંગ કહેવો, ગૂઢાચારપણું, મતિકુટિલતા, વિશ્વસ્વનો ઘાત કરવો, આઓ માયા શબદથી કહેવાય છે; કેમ કે પહેલાં કહેવાયેલો થાય છે કાર્યમાં કારણનો ઉપચાર છે અને આaછલાદિ, સેંકડો ક્રોડો ભવોમાં જીવની વિડંબના કરે છે–તેના કરનારાને વિડંબના કરે છે. li૩૦શા ભાવાર્થ
માયા એ જીવમાં વર્તતો વક્ર સ્વભાવ છે, જેને વશ જીવ પોતાની સરળ પ્રકૃતિનો વિનાશ કરે છે, તે માયા તરતમતાથી અનેક ભૂમિકાવાળી છે અને માયાને કારણે અનેક પ્રકારના ભાવો અભિવ્યક્ત થાય છે, તે સર્વને ગ્રહણ કરીને તે ભાવોને માયાના પર્યાયો કહે છે. માયા જ કુડંગ સ્વરૂપ છે= પોતાના ભાવોને ગોપવે છે અને પોતાનામાં જે ભાવ નથી, તેવો ભાવ બતાવે છે. જેમ પોતાને કોઈના પ્રત્યે દ્વેષ હોય તો પણ પોતાને તેની સાથે મિત્રતા છે, તેવો પરિણામ અભિવ્યક્ત કરવો તે માયા છે. વળી પ્રચ્છન્નપાપતા પણ માયા છે=લોકો આગળ પ્રગટ ન થાય, તે પ્રકારે પાપને છુપાવી રાખે અથવા કોઈ ન જુએ તે પ્રકારે પાપો કરે તે માયાનો પરિણામ છે. કૂડ-કપટ એ પણ માયાનો જ વિશિષ્ટ પ્રકારનો પરિણામ છે. વળી કુશળતાપૂર્વક બીજાને ઠગવારૂપ પરવંચના એ પણ માયાનો પરિણામ છે. વળી બધા કાર્યમાં પોતાનો જે પરિણામ હોય તે પ્રગટ થવા ન દે, પરંતુ અવિદ્યમાન જ ભાવ બતાવે, તે માયાનો પરિણામ છે. બીજાએ મૂકેલી વસ્તુને પડાવી લે તે પણ માયાનો પરિણામ છે.
છલ કરે, જેમ વસ્તુ થોડી સારી હોય તો ઘણી સારી છે એમ કહે, થોડી ખરાબ હોય તો ઘણી ખરાબ છે એમ કહે છv=પોતાના ભાવોને છુપાવવા એ માયા છે. પોતે જે કર્યું હોય તેનાથી વિપરીત કથનને અભિવ્યક્ત કરે તે સંવ્યતિકરરૂપ માયા છે. ગૂઢાચારપણું પોતાના ભાવોને છુપાવીને બાહ્યથી સારું દેખાડવા પ્રયત્ન કરે, તે માયાનો પરિણામ છે. શાસ્ત્રઅધ્યયન આદિથી પોતાને પદાર્થનો સ્પષ્ટ