________________
૯૮
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૦૧, ૩૦૧-૩૦૩ છે. તેથી કલહ કરતી વખતે પોતે અસ્વસ્થ છે, તેમ પ્રતીત થતું નથી, પણ પ્રસંગે પ્રસંગે સહજભાવથી કલહ કરે છે, તેથી જીવો બાહ્ય નિમિત્તોને પામીને ક્રોધાદિ ચાર કષાયોમાંથી કોઈક કષાયના ઉપયોગવાળા હોય છે અને તે કષાયને અનુરૂપ હાસ્યાદિ નોકષાયનો ઉપયોગ પ્રવર્તે છે. વળી આ કષાય-નોકષાયનો ઉપયોગ અનુભવકાળમાં તો આત્માની કલહરૂપ અસ્વસ્થતા કરનાર છે, પરંતુ સંસારમાં દુર્ગતિઓની પ્રાપ્તિ, અશાતાની પ્રાપ્તિ, અનેક ઉપદ્રવોની પ્રાપ્તિનું કારણ પણ છે, તેથી જીવ માટે એકાંતે અનર્થકારી ભાવો છે, છતાં જીવોને તે ભાવોનો જ અતિઅભ્યાસ છે. તેનાથી વિરુદ્ધ ક્ષમાદિ ભાવોનો અભ્યાસ પ્રાયઃ નથી, તેથી કલહકારી અને અનર્થની પરંપરાને કરનારા કષાય-નોકષાયના ભાવોમાં જીવો પ્રાયઃ વર્તે છે. IIB૦૧ાા
અવતરણિકા :
साम्प्रतं तत्त्वभेदपर्यायाख्येति न्यायात् तावत् क्रोधपर्यायान् सदोषानाचष्टेઅવતરણિકાર્ય :
હવે તત્ત્વ-ભેદ-પર્યાયથી વ્યાખ્યા છે, એ પ્રકારના વ્યાયથી દોષ સહિત ક્રોધના પર્યાયોને કહે છે – ભાવાર્થ -
ગાથા-૩૦૧માં કષાય દ્વારા કહેવાનો પ્રારંભ કર્યો, ત્યાં કષાયના ભેદો ક્રોધ-માન આદિ બતાવ્યા. તે ભેદરૂપે કષાયના લક્ષણનું કથન છે. તેથી લક્ષણરૂપ તત્ત્વથી વ્યાખ્યા થઈ. વળી તે કષાયોના ક્રોધ-માનમાયા આદિ સર્વ ભેદો છે, તેથી ભેદથી પણ વ્યાખ્યા થઈ. હવે કષાયોના પર્યાયોની વ્યાખ્યા કરવી જોઈએ, એ પ્રકારના ન્યાયથી પ્રથમ દોષ સહિત ક્રોધના પર્યાયોને કહે છે – ગાથા :
कोहो कलहो खारो, अवरुप्परमच्छरो अणुसओ य ।
चंडत्तणमणुवसमो, तामसभावो य संतावो ॥३०२।। ગાથાર્થ :
ક્રોધ, કલહ, ખાર, પરસ્પર (પર ઉપર) મત્સર, અનુશય, ચંડવ, અનુપશમ, તામસભાવ અને સંતાપ. ૩૦ ટીકા :
क्रोधः कलहः क्षारः परस्परमत्सरोऽनुशयश्च चण्डत्वमनुपशमस्तामसभावश्च सन्ताप इति ।।३०२।। ટીકાર્ય :
જો ... સત્તાપ ! ક્રોધ, કલહ, ક્ષાર, પરસ્પર (પર ઉપર) મત્સર, અનુશય, ચંડત્વ, અનુપશમ, તામસભાવ અને સંતાપ. m૩૦રા