________________
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-યો
जन्तुभेदाननेकाकारान् कथञ्चिदुपकरणादावापतितान् सुविवेचिते प्रदेशे निःसृजन परिष्ठापयन् भवति तत्समितः परिष्ठापनासमित इति ।
इह च सुविविक्ते स्थाने स्थावरजङ्गमजन्तुरहिते प्रदेशे इति वक्तव्ये सुविवेचिते यदुक्तं तत्सविविक्तेऽपि स्वयमसुविवेचिते चक्षुषा रजोहरणेन च परिष्ठापयन्न तत्समित इति ज्ञापनार्थम् ।।३००।। ટીકાર્ય :
ક્યાર: ... સાપનાર્થમ્ | ઉચ્ચાર=પુરીષ=વિષ્ટા, પ્રશ્રવણ-મૂત્ર, ખેલ ગ્લેખ, જલ્લ–દેહનો મલ, સિંઘાનક=નાસિકામલ, ઉચ્ચાર, પ્રશ્રવણ ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તેને સુવિચિત પ્રદેશમાં પરઠવતા સાધુ સમિત થાય છે, એમ અન્વય છે, શબ્દથી અતિરિક્ત અશુદ્ધ ભક્ત-પાન ઉપકરણનું ગ્રહણ છે, પ્રાણિવિધિને કોઈક રીતે ઉપકરણાદિમાં આવી પડેલા અનેક પ્રકારના જેતુના ભેદોને સુવિચિત પ્રદેશમાં ત્યાગ કરતા=પરઠવતા સાધુ, તે સમિતિવાળા=પરિષ્ઠાપવા સમિતિવાળા થાય છે અને અહીં સુવિવિક્ત સ્થાનમાં=સ્થાવર-જંગમ જંતુથી રહિત પ્રદેશમાં, એ પ્રમાણે વક્તવ્ય હોર્સ છત=સુવિચિત પ્રદેશમાં એ પ્રમાણે જે કહેવાયું, તે સુવિવિક્ત પણ પ્રદેશમાં સ્વયં ચાથી અસુવિચિતમાં અને રજોહરણથી અસુવિચિતમાં પરિષ્ઠાપન કરતા સાધુ તે સમિતિવાળા નથી, તેમ જણાવવાને માટે છે. ૩૦૦ ભાવાર્થ :
સુસાધુ સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિવાળા હોય છે. તેથી પોતાના શરીરના મલાદિના ત્યાગમાં પણ કોઈ જીવોની હિંસા ન થાય તેવી સર્વ ઉચિત યતના કરે છે. તેથી જે સાધુ શરીરના કોઈપણ મલાદિને પરઠવતાં પૂર્વે તે ભૂમિ જંતુરહિત છે કે નહિ તેનું સમ્યગુ પરીક્ષણ કરે છે. ત્યારપછી ચક્ષુથી કોઈ જીવજંતુ ત્યાં નથી તેનું અવલોકન કરે છે. ત્યારપછી રજોહરણથી સમ્યગૂ પ્રમાર્જન કરે છે, ત્યારપછી તે મલાદિ પરઠવે છે, તે સિવાય આહારમાં અતિરિક્ત કે અશુદ્ધ ભક્ત-પાન પ્રાપ્ત થયાં હોય કે અશુદ્ધ ઉપકરણ પ્રાપ્ત થયાં હોય તેને યતનાથી પરઠવે છે. વળી પોતાના ઉપકરણમાં કોઈ જીવ પ્રવેશી ગયો હોય તેને પણ યતનાથી ઉચિત સ્થાને પરઠવે છે. જેથી તેના નિમિત્તે કોઈ અન્ય જીવનો વધ થાય નહિ, આ રીતે જે સાધુ અંતરંગ રીતે દયાળુતા અને બહિરંગ રીતે યતનાપૂર્વક પારિષ્ઠાપનિકા ક્રિયા કરે છે, તે પારિષ્ઠાપનિકા સમિતિવાળા છે.
આ પાંચેય સમિતિમાંથી કોઈપણ સમિતિના પાલનકાળમાં સાધુ અવશ્ય ગુપ્તિવાળા હોય છે. તેથી પાંચેય સમિતિમાંથી જે વખતે જે સમિતિનું પ્રયોજન હોય તે સમિતિના પાલન દ્વારા ગુપ્તિની અતિશયતાને કારણે સંવરભાવની વૃદ્ધિ કરે છે, તેનાથી શમભાવના પરિણામરૂપ સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે. IB૦ના