________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૦૧
અવતરણિકા :
गतं समितिद्वारम् अधुना कषायद्वारं विवरीतुकामस्तेषां तज्जातीयानां च दुष्टताभिधायिकां प्रतिद्वारगाथामाह
૩૭
અવતરણિકાર્થ :
સમિતિદ્વાર પૂરું થયું, હવે કાયદ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી તેની=કષાયોની અને તેના જાતિઓની દુષ્ટતાને કહેનારી પ્રતિદ્વાર ગાથાને કહે છે
ગાથા
कोहो माणो माया, लोभो हासो रई य अरई य । सोगो भयं दुर्गुछा, पच्चक्खकली इमे सव्वे ॥ ३०१ ।।
ગાથાર્થ ઃ
ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા આ બધા દેખાતો કજિયો છે. II૩૦૧||
ટીકા ઃ
क्रोधो मानो माया लोभो हासो रतिश्चारतिश्च शोको भयं जुगुप्सा, किं ? प्रत्यक्षकलयः कलहहेतुत्वादुपलक्षणं चेदं सर्वानर्थहेतुतायाः इमेऽनन्तरोक्ताः सर्व इति ।। ३०१।।
ટીકાર્ય -
क्रोधो સર્વ પ્રકૃતિ ।। ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા શું છે? એથી કહે છે પ્રત્યક્ષ કલિ છે; કેમ કે કલહતું હેતુપણું છે અને આ=ક્રોધાદિ પ્રત્યક્ષ કલિ છે એ, સર્વ અનર્થહેતુતાનું ઉપલક્ષણ છે. આ=અનંતરમાં કહેવાયેલા સર્વ પ્રત્યક્ષ કલિ છે એમ અન્વય છે. II૩૦૧I
ભાવાર્થ:
આત્મામાં વર્તતા ક્રોધાદિ ચાર કષાયો અને હાસ્યાદિ છ નોકષાયો પ્રત્યક્ષ કજિયા છે. જેમ કોઈની સાથે કલહ થાય ત્યારે કલહ કરનારા જીવો અસ્વસ્થતાને અનુભવે છે, તેમ કષાય-નોકષાયનો પરિણામ આત્માની સ્વસ્થતાનો ભંજક છે. જોકે ઉપયોગમાં સર્વ જીવને કષાય-નોકષાય સૂક્ષ્મ રીતે બહુલતાએ પ્રવર્તતા હોય છે. ફક્ત મહાત્માઓ કષાય-નોકષાયથી વિરુદ્ધ ક્ષમાદિ ભાવોમાં દૃઢ પ્રણિધાનપૂર્વક ઉપયુક્ત હોય ત્યારે જ તે કષાયો-નોકષાયો કંઈક તિરોધાન અવસ્થામાં હોય છે. તેનાથી આત્મામાં તે પ્રકારની અસ્વસ્થતારૂપ કલહ થતો નથી, પરંતુ કલહ કરવાના સ્વભાવવાળા જીવોને કલહ ક૨વો પ્રકૃતિરૂપ હોય