________________
ઉપશામાલા ભાગ-૨/ ગાથા-૨૯૯-૩૦૦
વિક્ષેપણા ભાંડાદાન વિક્ષેપણા, તેમાં સમિત મુનિ થાય છે. ગાથામાં વળી ભાંડ શબ્દનો મધ્યમાં નિપાત પ્રાકૃત શૈલીથી છે. ૨૯૯ ભાવાર્થ -
જે સાધુ શમભાવના પરિણામવાળા છે, તેઓ બધા જીવોને પોતાની તુલ્ય જોનારા છે. તેથી કોઈ જીવને લેશ પણ પીડા ન થાય, તે માટે અપ્રમાદથી યત્ન કરે છે. જેમ કાંટાવાળી ભૂમિ હોય ત્યારે પોતાને કાંટા ન લાગે તે માટે ગૃહસ્થ ઉપયોગપૂર્વક ચાલે છે, તેમ જગતમાં સૂક્ષ્મ જીવો ઘણા છે અને બધા જીવો પોતાના આત્મા તુલ્ય છે, તેથી તે જીવોને પીડા ન થાય તે માટે અત્યંત દયાળુ સાધુ ધર્મના ઉપકરણને સંયમના પ્રયોજનથી ગ્રહણ કરે ત્યારે પ્રથમ ચક્ષુથી સમ્યમ્ અવલોકન કરે, ત્યારપછી તેને ગ્રહણ કરે, જેથી ગ્રહણ કરવાના સ્થાને કોઈ સૂક્ષ્મ જંતુ હોય તો મૃત્યુ પામે નહિ. વળી ચક્ષુથી જોયા પછી તે વસ્તુ ઉપર સૂક્ષ્મ જંતુ હોય અને ચક્ષુગોચર ન થાય તો ગ્રહણ કરવાથી તેનું મૃત્યુ કે પીડા થઈ શકે તેના પરિવાર મારે રજોહરણથી પ્રમાર્જન કરે છે. ત્યારપછી ગ્રહણ કરે છે અને ગ્રહણ કરાયેલા તે ભાજનાદિ ભૂમિ ઉપર મૂકવાનો પ્રસંગ હોય ત્યારે ચક્ષુથી ભૂમિને જોઈને ત્યારપછી પ્રમાર્જન કરીને તે વસ્તુને મૂકે છે અને જેઓ તે પ્રકારે ઉપકરણને ગ્રહણ કરવાના અને મૂકવાના કાળમાં ચક્ષુપરીક્ષણ અને પ્રમાર્જના વિષયક ઉચિત વ્યાપારવાળા છે, તેઓ જ આદાનભંડનિક્ષેપણ સમિતિવાળા છે. ૨૯ અવતરણિકા :
अधुना पञ्चमसमितिमधिकृत्याहઅવતરણિકાર્ય :હવે પાંચમી સમિતિને આવીને કહે છે –
ગાયા -
उच्चारपासवणखेलजल्लसिंघाणए य पाणिविही ।
सुविवेइए पएसे, निसिरंतो होइ तस्समिओ ॥३००।। ગાથાર્થ :
ઉચ્ચાર, પ્રશ્રવણ, ખેલ, જલ=દેહનો મલ, સિંઘાનક નાસિકાનો મેલ અને પ્રાણીઓના ભેદોને સુવિવેચિત પ્રદેશમાં પરિષ્ઠાપન કરતો તે સમિતિવાળો થાય છે પરિષ્ઠાપના સમિતિવાળો થાય છે. ૩૦૦II ટીકાઃ
उच्चारः प्रीषं प्रस्रवणं मूत्रं, खेलः श्लेष्मा, जल्लो देहमलः, सिंहानको नाशिकामलः, उच्चारश्च प्रश्रवणं चेत्यादिद्वन्द्वः, तान्, चशब्दादतिरिक्ताऽशुद्धभक्तपानोपकरणानि च प्राणिविधीन्