________________
૯૪
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૯૮-૨૧૯ જાણીને શક્ય પરિહાર કરવા યત્ન કરે તો શુદ્ધ આચારોથી આજીવિકા કરવાની તેની વૃત્તિ છે, તેથી કદાચ અશક્ય પરિહારરૂપે કર્માદાન સેવે તોપણ શ્રાવકપણું નાશ પામતું નથી. તેમ જે સાધુ દેશકાલને કારણે પિંડવિશુદ્ધિના જે દોષો છે, તેના પરિવાર માટે શક્ય યત્ન કર્યા પછી સંયમ પાલન માટે આહારાદિની અતિ આવશ્યકતા જણાય અને શુદ્ધિની પ્રાપ્તિ ન હોય ત્યારે શક્ય ઉચિત યતનાપૂર્વક દોષોનો પરિહાર કરે તો તે સાધુ એષણા સમિતિવાળા છે, અન્યથા લિંગ ઉપજીવક છે અર્થાત્ સાધુવેષની વિડંબના કરનાર છે; કેમ કે ભગવાનના વચનાનુસાર શુદ્ધ જીવન જીવીને ગુણવૃદ્ધિ કરવાના અર્થી નથી, માટે એષણા સમિતિવાળા નથી. આ રીતે ભાવન કરીને સાધુએ એષણા સમિતિમાં અપ્રમાદ કરવો જોઈએ.li૨૯૮ા અવતરણિકા :
इदानीमादाननिक्षेपणासमितिमाहઅવતરણિકાર્ય :હવે આદાન નિક્ષેપણા સમિતિને કહે છે –
ગાથા -
पुब्बिं चक्खुपरिक्खियपमज्जियं जो ठवेइ गिण्हइ वा ।
आयाणभंडनिक्खेवणाए समिओ मुणी होइ ।।२९९।। ગાથાર્થ :
પહેલાં ચાથી પરીક્ષા કરીને પ્રમાર્જન કરીને જે સાધુ મૂકે છે અથવા ગ્રહણ કરે છે, તે મુનિ આદાનમંડ નિક્ષેપણા સમિતિવાળા છે. ll૨૯૯II ટીકા -
पूर्व प्रथमं 'चक्खु' त्ति चक्षुषा परीक्ष्याऽवलोक्य प्रदेशं प्रमृज्य रजोहरणेन यः साधुः स्थापयति भाजनादिकं गृह्णाति वा तथैव, स किम् ? आदानेन सह निक्षेपणा आदाननिक्षेपणा भाण्डस्योपकरणस्यादाननिक्षेपणा भाण्डादाननिक्षेपणा, गाथायां तु भाण्डशब्दस्य मध्यनिपातः प्राकृतशैल्या, तस्यां समितो मुनिर्भवति ।।२९९।। ટીકાર્ય :
પૂર્વ મુનિર્મવતિ / પૂર્વમાં પહેલાં, ચક્ષુથી પ્રદેશનું અવલોકન કરીને રજોહરણથી પ્રમાર્જના કરીને જે સાધુ ભાજનાદિ સ્થાપન કરે છે અથવા તે પ્રમાણે જ ગ્રહણ કરે છે. તે સાધુ શું? એથી કહે છે – આદાનથી સહિત નિક્ષેપણા આદાત નિક્ષેપણા, ભાંડતીવ્રઉપકરણની, આદાન