________________
ઉપદેશમાલા ભાગ-૨ / ગાથા-૨૯૬
ગાથાર્થઃ–
હવ
ઈર્યાસમિતિવાળા મુનિ યુગમાત્રાંતર દૃષ્ટિવાળા પદે પદે ચક્ષુથી વિશોધન કરતા અવ્યાક્ષિપ્ત ઉપયોગવાળા હોય છે. II૨૬
ટીકા ઃ
युगमात्रमन्तरमन्तरालं यस्याः सा तथा युगमात्रान्तरा दृष्टिर्यस्येति समासः । इह चातिदूरात्यासन्ननिरीक्षणे जन्त्वदर्शनायोगातिप्रवृत्तिदोषाद्युगमात्रक्षेत्रनियमनं, पदं पदं चक्षुषा विशोधयन् पार्श्वयोः पृष्ठतश्चोपयोगं ददन्नित्यर्थः, अव्याक्षिप्तः शब्दादिषु रागद्वेषावगच्छन्नायुक्तो धर्मध्यानोपयुक्तः सन् किं ?, ईरणमीर्यागमनमित्यर्थः, तस्यां सम्यगितः ईर्यासमितः, यथोक्तगमनानुછાથી મુનિર્મવતીતિ રદ્દ.
ટીકાર્થ ઃ
युगमात्र .મુનિર્મવતીતિ।। યુગમાત્ર અંતર=અંતરાલ છે જેને તે તેવી છેયુગમાત્રાન્તરા છે, યુગમાત્રાન્તરા દૃષ્ટિ છે જેને એ પ્રકારનો સમાસ છે અને અહીં અતિદૂર અને અતિ નજીકના નિરીક્ષણમાં જંતુના અદર્શનનો યોગ હોવાને કારણે અને અતિપ્રવૃત્તિ દોષ હોવાને કારણે યુગમાત્ર ક્ષેત્રનું નિયમન છે=સાધુ ગમનાદિ કાળમાં યુગમાત્ર ક્ષેત્રથી દૂરનું જોઈને ચાલતા હોય તો દૂરની સ્થૂલ વસ્તુ દેખાય, પરંતુ ગમનના ક્ષેત્રમાં રહેલાં જંતુ ન દેખાય. તેથી જીવરક્ષા થઈ શકે નહિ અને યુગમાત્ર ક્ષેત્ર કરતાં પણ અતિ નજીકની ભૂમિનું નિરીક્ષણ કરે તો નિરીક્ષણ કરાયેલી ભૂમિ કરતાં અધિક નહિ જોવાયેલી ભૂમિમાં ગમન કરવારૂપ અતિપ્રવૃત્તિ દોષ પ્રાપ્ત થાય. આથી સાધુ દૃઢ પ્રણિધાનપૂર્વક યુગમાત્ર ક્ષેત્રનું નિરીક્ષણ કરે તેવું નિયમન છે, યુગમાત્રાંતર દૃષ્ટિવાળા સાધુ પદે પદે ચક્ષુથી વિશોધન કરતા=બન્ને બાજુથી અને પાછળથી ઉપયોગને આપતા=ગમનકાળમાં યુગમાત્ર ભૂમિને ચક્ષુથી જોતા હોય તે વખતે બન્ને બાજુથી કોઈ જીવ તે ક્ષેત્રમાં આવીને પડે અથવા પગ નીચે મૃત્યુ પામે તેના રક્ષણ માટે મનના દૃઢ વ્યાપારપૂર્વક યુગમાત્ર ભૂમિને જોતા, અવ્યાક્ષિપ્ત=ઇન્દ્રિયોના શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષને નહિ પામતા અર્થાત્ ગમનકાળમાં સૂક્ષ્મ પણ રાગ-દ્વેષને વશ ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરવામાં અવ્યાપારવાળા આયુક્ત=ધર્મધ્યાનમાં ઉપયુક્ત=ગમનકાળમાં સર્વ જીવો પ્રત્યે શમભાવની વૃદ્ધિ થાય એ પ્રકારે ઉપયોગવાળા, ઈરણ ઈર્થા=ગમન, તેમાં સમ્યગ્ ઇતઃ=રહેલા, ઈર્યાસમિત છે=યથોક્ત ગમનનું અનુષ્ઠાન કરનારા મુનિ હોય છે. ।।૨૯૬॥
ભાવાર્થ:
સંયમવૃદ્ધિના પ્રયોજનથી શ૨ી૨ને માટે કોઈ કૃત્ય કરવું આવશ્યક જણાય ત્યારે જ સાધુ ગમનની પ્રવૃત્તિ કરે છે અને તે સમયે સંકલ્પ-વિકલ્પવાળા મનથી પ્રવૃત્તિ નથી કરતા, પરંતુ ષટ્કાયના પાલનના
.....