________________
૮
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૫-૨૯૬ વિનય, તપ, શક્તિ તેઓને આશ્રયીને સુવિહિત સાધુઓની કર્તવ્ય-અકર્તવ્ય, કરણ-અકરણરૂપ યતના પ્રવર્તે છે, એ પ્રકારે દ્વાર ગાથાનો સમાસાર્થ છે. પ૨૯૫ ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે કાળની પરિહાનને કારણે સાધુએ યતના કરવી જોઈએ, ત્યાં તે સ્થૂલથી યતના બાહ્ય કૃત્ય વિષયક ગુણદોષમાં વિચારણાપૂર્વક કરાય છે. પરમાર્થથી તો તે તે યતનાકાળમાં પણ અંતરંગ પરિણામ વિષયક યતના કરાય છે અને તે યતના સુવિહિત સાધુઓ શક્તિને ગોપવ્યા વગર સ્વાધ્યાયવિનય-તપ અને કર્મનાશને અનુકૂળ ચિત્તના ઉત્સાહપૂર્વક કરે છે. શેમાં યત્ન કરે છે ? અર્થાત્ સ્વાધ્યાય આદિને આશ્રયીને શેમાં યત્ન કરે છે ? એથી કહે છે – સમિતિ-કષાય આદિ ગાથાના પૂર્વાર્ધમાં બતાવેલા ભાવો વિષયક યતના કરે છે.
તેથી એ ફલિત થાય કે સુસાધુઓ સ્વાધ્યાયાદિમાં અંતરંગ રીતે તે રીતે પ્રવર્તે છે, જેથી સમિતિ ગુપ્તિનો પરિણામ અતિશયિત થાય, કષાયો શાંત થાય, રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવના પરિણામો સ્પર્શ નહિ, ઇન્દ્રિયો સંવરભાવવાળી થાય, આઠ પ્રકારના મદો નિમિત્તને પામીને ઉદ્ભવ પામે નહિ. બ્રહ્મચર્યની ગુપ્તિ દઢ-દઢતર થાય. વળી તેને અનુકૂળ બાહ્ય આચરણા કરતી વખતે ગુણ-દોષનું પર્યાલોચન કરીને ઉચિત કૃત્ય કરે છે, તેમનું સંયમરૂપી શરીર નાશ પામતું નથી અને જેઓ વર્તમાનના પ્રતિકૂળ દ્રવ્યક્ષેત્રનું આલોચન કરીને બાહ્ય કૃત્ય વિષયક દોષના પરિવાર માટે યતના કરે છે, નિર્દોષ વસતિ માટે શક્ય યતના કરે છે, છતાં સ્વાધ્યાયાદિમાં યત્ન કરતા નથી અથવા સ્વાધ્યાયાદિમાં યત્ન કરે છે, છતાં સમિતિ-ગુપ્તિના પરિણામો અતિશય થાય કે કષાયો ઓછા થાય તેવો યત્ન કરતા નથી. તેમની બાહ્ય યતના સંયમરૂપી શરીરનું રક્ષણ કરવા સમર્થ થતી નથી. પરંતુ જેઓ પ્રસ્તુત ગાથામાં બતાવી છે, તેવી યતનાનું પ્રતિસંધાન કરીને વિષમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળમાં ઉચિત યતના કરે છે, તેમનું સંયમરૂપી શરીર સુરક્ષિત રહે છે. શિલ્પા અવતરણિકા :
साम्प्रतमेनामेव प्रतिपदं व्याचष्टे, तत्राद्यं समितिपदं ताश्च पञ्चाऽतस्तावदाद्यामधिकृत्याहઅવતરણિકાર્ય :
હવે આના જ=પૂર્વગાથામાં કહેલા સમિતિ આદિના જ, પ્રત્યેક પદને કહે છે – ત્યાં પહેલું સમિતિ પદ અને તે પાંચ છે. આથી પહેલી સમિતિને આશ્રયીને કહે છે –
ગાથા -
जुगमित्तंतरदिट्ठी, पयं पयं चक्खुणा विसोहितो । अव्वक्खित्ताउत्तो, इरियासमिओ मुणी होइ ।।२९६।।