________________
પદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૧૯-૨૭૦
կ
ગાથા :
सम्मत्तदायगाणं, दुप्पडियारं भवेसु बहुएसु ।
सव्वगुणमेलियाहि वि, उवयारसहस्सकोडीहिं ।।२६९।। ગાથાર્થ :
ઘણા ભવોમાં સર્વગુણમિલિત પણ ઉપકારના હજારો કરોડો વડે સખ્યત્વ આપનાર ગુરુનો બદલો વાળવો અશક્ય છે. ll૧૯ll ટીકા :
सम्यक्त्वदायकानां विशिष्टदेशनया सम्यग्भावसम्पादकानां दुष्प्रतिकारं प्रतिकर्तुमशक्यं भवेषु बहुषु वर्तमानाभिः सर्वगुणमीलिताभिरपि द्विगुणादिभिर्यावदनन्तगुणाभिरपीत्यर्थः । उपकारसहस्रकोटिभिर्न कथञ्चित् तेषां प्रत्युपकर्तुं पार्यत इत्याकूतम् ।।२६९।। ટીકાર્ય -
સગર .... ચાલૂતમ્ સમ્યક્ત દેનારા ગુરુનોત્રવિશિષ્ટ દેશનાથી સભ્ય ભાવને પ્રાપ્ત કરાવનારા ગુરુનો, ઘણા ભવોમાં સર્વગુણમિલિત એવા દ્વિગુણાદિથી માંડીને અનંતગુણ એવા, ઉપકારના હજાર કરોડો વડે કોઈ રીતે તેઓનો પ્રત્યુપકાર કરવાનું શક્ય નથી. ૨૬૯ ભાવાર્થ
પૂર્વગાથામાં કહ્યું કે કોઈ મહાત્મા એક જીવને પણ જિનવચનનો બોધ કરાવે, તેણે સકલલોકમાં અમારિ પ્રવર્તન કરાવ્યું છે, એની તુલ્ય જ તે ઉપકારમાં અન્ય શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – - કોઈ મહાત્માએ જે જીવને વિશિષ્ટ દેશના દ્વારા સમ્યક્તની પ્રાપ્તિ કરાવી છે અર્થાત્ જિનવચનને સ્પર્શે તેવો બોધ કરાવ્યો છે, તેવા ઉપકારી ગુરુ પ્રત્યે તે જીવ ઘણા ભવો સુધી ઘણા પ્રકારના હજારો ક્રોડો ઉપકાર કરે તો પણ તેનો બદલો વાળી શકાતો નથી; કેમ કે ઉન્માર્ગમાં રહેલા જીવને સન્માર્ગની પ્રાપ્તિ અતિદુષ્કર હતી, તેવા જીવને તે મહાત્માએ માર્ગનો બોધ કરાવ્યો છે. તે પ્રકારનો ઉપકાર તે જીવ કોઈ રીતે તે મહાત્મા પ્રત્યે કરી શકે નહિ. કદાચ બાહ્ય વૈયાવચ્ચ આદિ કૃત્ય કરે, પોતાનો કૃતજ્ઞતા ગુણ અભિવ્યક્ત કરે, ઘણા ભવો સુધી અનેક પ્રકારનાં કૃત્યો કરે તો પણ પોતાને જે માર્ગની પ્રાપ્તિ થઈ, તેના કારણે સંસારના ઉપદ્રવોથી જે રક્ષણ થયું, તેવું રક્ષણ તે મહાત્માનું તે જીવ કરી શકે નહિ, માટે એવા ગુરુનો ઉપકાર દુષ્પતિકાર છે. રક્ષા અવતરણિકા - कथमेतद् ? बृहद्गुणत्वात्तस्य तथाहि