________________
પર
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૧૭-૨૧૮
કોઈક હજામ વિદ્યાના બળથી આકાશમાં વર્તતી ફુરભાંડિકા વડે રહેતો હતો, તેથી તે વિદ્યાને વિનયપૂર્વક ગ્રહણ કરીને કોઈક પરિવ્રાજક બીજા સ્થાને જઈને આકાશમાં રહેલા ત્રિદંડ વડે લોકોને ઠગવા લાગ્યો. અન્ય વડે= ઘરથ રાજા વડે, પુછાયો – ભગવન્! શું આ તપનું ફળ છે કે વિદ્યાનું?તે બોલ્યો – વિદ્યાનું, ક્યાંથી મેળવાઈ? એ પ્રમાણે પુછાયો છતો કહે છે – હિમવદ્ ગિરિ ઉપર રહેનારા મુનિ પાસેથી, તેથી પોતાના ગુરુને ઓળવવાથી ધડાક કરતું ત્રિદંડ પડ્યું. તેથી આ=પરિવ્રાજક, લોકો વડે હીલના કરાયો.
હવે અક્ષરાર્થ – કાશ્યપ સંબંધી=હેતુભૂત એવી, વિદ્યાથી ઉદકજૂ કર=હંમેશાં સ્નાન કરવાપણું હોવાથી ત્રિદંડી, પૂજાલક્ષ્મીને પામ્યો. મૃષાને બોલતો પડ્યો, ગુરુના અપલાપમાં પણ શ્રુતનો અપલાપ કરાયેલો થાય છે, એ પ્રકારે માનીને કહે છે – આ રીતે=ગુરુનો અપલાપ કરીને શ્રુતનો અપલાપ કરવો એ રીતે, વ્યુત નિફ્લવન અપથ્ય છે, ગાથામાં મૃતનિશ્તવના એ પ્રમાણે સ્ત્રીલિંગનિર્દેશ પ્રાકૃતપણાને કારણે છે. ૨૬શા ભાવાર્થ :
હજામ પાસેથી વિદ્યાને ગ્રહણ કરીને ઉદકજૂકર ખ્યાતિને પામ્યો અને અસત્ય બોલીને વિદ્યાગુરુને ઓળવવાથી તે ત્રિદંડ આકાશમાંથી પડ્યો. એ રીતે કૃતનિહ્નવ પણ અપથ્ય છે. આશય એ છે કે કોઈક ત્રિદંડીએ હજામ પાસેથી પોતાના દંડને આકાશમાં રાખવાની વિદ્યા પ્રાપ્ત કરી, પરંતુ તે વિદ્યા હજામ પાસેથી પ્રાપ્ત કરી છે, તેમ કહેવામાં તેને લજ્જા આવી, તેથી કૈલાસમાં રહેનારા કોઈ મુનિ પાસેથી પ્રાપ્ત થઈ, તેમ પારથ રાજાને કહ્યું. તેથી વિદ્યાગુરુના અપલાપથી તે વિદ્યા નિષ્ફળ બની. તે રીતે જેઓ ગુણવાન ગુરુ પાસેથી વિદ્યા પામ્યા પછી તેનાથી મને પ્રાપ્ત થઈ છે, તેમ કહેવામાં નાનપ લાગે ત્યારે તેવા સામાન્ય ગુરુ પાસેથી મને આ શ્રુત પ્રાપ્ત થયું છે, તેમ ન કહે, પરંતુ અન્ય કોઈ વિશિષ્ટ ઋષિ પાસેથી મને આ પ્રાપ્ત થયું છે, એમ કહી મૂળ ગુરુનો અપલાપ કરે તો શ્રુતની આશાતના થવાથી તે કૃતનું વાસ્તવિક ફળ તેને પ્રાપ્ત થાય નહિ, પરંતુ શ્રુતની આશાતનાજન્ય પાપબંધ થાય અને વર્તમાનમાં પણ તેનાથી જન્ય પાપપ્રકૃતિ ઉદયમાં આવે તો અનર્થોની પ્રાપ્તિ થાય. IIળા અવતરણિકા :किमित्येवं गुरुः पूज्यते इत्युच्यते महोपकारित्वात् । तथाहिઅવતરણિકાર્ય :
કયા કારણથી આ પ્રકારે=ગાથા-૨૬૫થી અત્યાર સુધી બતાવ્યું એ પ્રકારે, ગુરુ પુજાય છે? એથી કહેવાય છે – મહાઉપકારીપણું હોવાથી, તે આ પ્રમાણે – ગાથા :
सयलम्मि वि जियलोए, तेण इहं घोसिओ अमाघाओ । इक्कं पि जो दुहत्तं, सत्तं बोहेइ जिणवयणे ।।२६८।।