________________
પ૪
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૨૬૮-૨૯
ગાથાર્થ :
સકલ પણ જીવલોકમાં તેના વડે તે મહાત્મા વડે, અમારિ ઘોષિત કરાયો, જે એક પણ દુઃખાર્ત જીવને જિનવચનનો બોધ પમાડે છે. ll૧૮l ટીકા :
सकलेऽपि समस्तेऽपि जीवलोके तेन महात्मना इह घोषितो वाक्पटहेन अमाघातो अमारिरित्यर्थः । एकमपि किं पुनर्बहून्, यो दुःखार्तं सत्त्वं जीवं बोधयति जिनवचने भगवद्वचोविषये इति, स हि बुद्धः सन् सर्वविरतो मोक्षंगतो वा यावज्जीवं सकलकालं वा सर्वजन्तून् रक्षतीति भावना ।।२६८।। ટીકાર્ય :
સનેડપિ... માવના | સકલ પણ=સમસ્ત પણ, જીવલોકમાં તે મહાત્મા વડે અહીં=સંસારમાં, અમાઘાત અમારિ, ઘોષિત કરાયો–વાણી પડહથી ઘોષિત કરાયો, એકને પણ શું વળી ઘણાને જે દુઃખાતે જીવને જિનવચનનો=ભગવાનના વચન વિષયક બોધ પમાડે છે, તે જીવ બોધ પામ્યો છતો સર્વ વિરત થયેલો અથવા મોક્ષમાં ગયેલો જીવે ત્યાં સુધી અથવા સકલ કાલ સર્વ પ્રાણીઓનું રક્ષણ કરે છે. ૨૬૮ ભાવાર્થ :
જે મહાત્મા ભગવાનના વચનના સૂક્ષ્મ રહસ્યને જાણનારા હોય તે મહાત્મા યોગ્ય જીવની યોગ્યતાનો નિર્ણય કરીને તેની યોગ્યતા અનુસાર તેને બોધ કરાવે. જેથી તે જીવને જિનવચનના પરમાર્થની પ્રાપ્તિ થાય, તેના કારણે તે જીવને સર્વજ્ઞનું વચન વર્તમાનમાં ક્લેશનો નાશ કરીને કઈ રીતે સુખનું કારણ છે અને પરલોકમાં સુદેવરૂપ સુગતિમાં સ્થાપન કરીને કઈ રીતે સુખનું કારણ છે અને અંતે સર્વ ઉપદ્રવ રહિત મોક્ષપ્રાપ્તિનું કારણ છે, તેનો પારમાર્થિક બોધ થાય તો જીવમાત્ર સુખના અર્થી હોવાથી તે પ્રકારના બોધને કારણે તે જીવને સર્વથા સુખના ઉપાયભૂત જિનવચન પ્રત્યે અત્યંત રુચિ થાય છે. તે રીતે બોધ કરાવનાર કોઈ મહાત્મા એક પણ જીવને જિનવચનનો પારમાર્થિક બોધ કરાવે તો તે મહાત્માએ ચૌદ રાજલોકમાં અમારિપડહનું વાદન કર્યું છે, કેમ કે જ્યારે તે જીવ તે યથાર્થ બોધને કારણે સર્વવિરતિને પામશે, ત્યારે માવજીવ છે કાયનું રક્ષણ કરશે અને મોક્ષમાં જશે ત્યારે સર્વકાલ સર્વ જીવોનું રક્ષણ કરશે. તેથી સર્વ કાલ માટે તેના તરફથી અમારિ પ્રવર્તન થશે. ૨૬૮II અવતરણિકા - વિશ્વઅવતરણિતાર્થ - વળી અન્ય શું ? તે કહે છે –