________________
Sg
ઉપદેશમાલા ભાગ-૨Tગાથા-૨૭૭-૨૭૮, ૨૭૯-૨૮૦
ટીકાર્ય :
સેવાનાં .... તતિ દેવોને દેવલોકમાં જે સુખ છે, તેને સુભણિત પણ=વચનકુશળ પણ, મનુષ્ય જેને પણ સો જીભ હોય તે સો વર્ષથી પણ કહી શકતો નથી; કેમ કે તેનું–દેવલોકના સુખનું, અપરિમિતપણું છે. ર૭૮ ભાવાર્થ
જેઓ ધર્મમાં અપ્રમાદ કરે છે, તેઓને ધર્મના માહાભ્યથી કષાયોની અલ્પતા કૃત મહાન સુખ તત્કાલ થાય છે. તેથી જો તેવી સામગ્રીનો પ્રકર્ષ હોય તો ધર્મમાં અપ્રમાદજન્ય સુખના બળથી ઉત્તર-ઉત્તરના સુખમાં યત્ન કરીને પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે. પરંતુ જેઓને તેવી સામગ્રી પ્રાપ્ત થઈ નથી કે જેથી રત્નત્રયરૂપ ધર્મને તે રીતે પ્રકર્ષથી સેવીને આ જન્મમાં મોક્ષને પ્રાપ્ત કરી શકે, તેઓને ઉત્તરના ભવમાં નિયમથી દેવગતિ પ્રાપ્ત થાય છે અને તે સુખ પણ કેવું અનુપમ છે, તેનો બોધ કરાવે છે. જેથી ધર્મમાં અપ્રમાદ કરવાને અનુકૂળ ઉત્સાહ થાય.
દેવલોકમાં દેવોને જે દિવ્ય અલંકારો અને દિવ્ય આભૂષણો છે, શ્રેષ્ઠ રત્નનાં ગૃહો છે, વળી શરીરનું અભુત સૌંદર્ય છે, પાંચેય ઇન્દ્રિયોના ઉત્તમ ભોગો છે, તેવા ભોગો મનુષ્યલોકમાં કોઈને સંભવી શકે નહિ; કેમ કે મનુષ્યલોકનાં સુખો કરતાં હજાર ગુણા ઇન્દ્રિયોનાં આલ્હાદરૂપ શ્રેષ્ઠ સુખો દેવલોકમાં છે, તેથી સુખના અર્થી જીવે વિચારવું જોઈએ કે જે દેવલોકના સુખનું વર્ણન શબ્દોથી થઈ શકે તેવું નથી, તેવું શ્રેષ્ઠ સુખ સમ્યગ્ રીતે અપ્રમાદથી લેવાયેલા ધર્મનું ફળ છે અને તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું પૂર્ણ સુખરૂપ મોક્ષનું કારણ થશે, માટે વિવેકી જીવે ધર્મમાં અપ્રમાદ કરવો જોઈએ. જો કે દેવલોકના સુખની સાક્ષાત્ ઇચ્છા કરવી તે ગર અનુષ્ઠાન છે, તોપણ મોક્ષના સુખને ઇચ્છનારા પણ જીવો જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શ્રેષ્ઠ એવાં દેવલોકનાં સુખો પ્રાપ્ત કરે તે ઇચ્છનીય છે. તેથી કોઈને અભિલાષ થાય કે હું તે રીતે ધર્મને સેવું, જેથી સર્વ ઉપદ્રવ રહિત મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય અને મુક્ત અવસ્થાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સર્વ પ્રકારની સમૃદ્ધિથી યુક્ત દેવભવમાં વસીને સુખપૂર્વક કાળ નિર્ગમન કરું, એ પ્રકારનો અભિલાષ નિદાનરૂપ નથી. આથી જ ધર્મ સ્વર્ગ-અપવર્ગ ફલવાળો છે, એમ બતાવવાથી તેવા ફલની ઇચ્છાથી સુવિહિત પુરુષો ધર્મમાં યત્ન કરે છે. ર૭૭-૨૭૮ાાં અવતરણિકા -
नरके व्यतिरेकमाहઅવતરણિકાર્ય :
નરકમાં વ્યતિરેકને=ધર્મમાં કરાયેલા પ્રમાદવા ફળરૂપે દેવલોકનાં સુખોથી વિપરીત જે નરકમાં દુખો છે તેને, કહે છે –