________________
૮૦.
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૦-૨૧
ટીકા :__ आसन्नः कालो यस्याः सा तथा आसन्नकाला, भवात् सिद्धिर्मुक्तिर्यस्याऽसावासत्रकालभवसिद्धिकस्तस्य जीवस्य लक्षणं स्वरूपमिदम् । यदुत विषयसुखेषु न रज्यते न रागं याति, 'सव्वत्थामेसुत्ति सर्वस्थानेषु मोक्षसाधकेषु तपश्चरणादिषूद्यच्छति उद्यमं कुरुते ।।२९०।। ટીકાર્ય :
ગર... કુત્તે | આસન્નકાલ છે જેને તે તેવી છે=આસાકાલવાળી છે, ભવથી સિદ્ધિ= મુક્તિ, જેને તે આસાભવસિદ્ધિક છે તેવા જીવનું લક્ષણ=સ્વરૂપ આ છે, ચલુથી બતાવે છે – વિષયસુખોમાં રાગ પામતો નથી, સર્વ સ્થાનોમાં તપ-ચારિત્ર આદિ મોક્ષસાધક સર્વ સ્થાનોમાં, ઉદ્યમ કરે છે. I૨૯૦ ભાવાર્થ :
આસન્નસિદ્ધિાથવાળો જીવ કયા પ્રકારની પ્રવૃત્તિ કરે છે ? જેથી આસન્નસિદ્ધિક કહેવાય છે. તે સ્પષ્ટ કરતાં કહે છે –
આસન્નસિદ્ધિક જીવોનું ચિત્ત સંસારથી ઉદ્વિગ્ન હોવાને કારણે સંસારની નિષ્પત્તિના કારણભૂત વિષયસુખોમાં રાગ પામતા નથી, પરંતુ સંસારના ક્ષયના કારણભૂત તપ અને ચારિત્ર આદિમાં ઉદ્યમ કરે છે અર્થાત્ સંસારના ભાવોથી ચિત્તનો રોધ કરીને શક્તિ અનુસાર બાહ્ય-અત્યંતર તપ દ્વારા આત્માને તે રીતે ભાવિત કરે છે, જેથી પોતાનું ચિત્ત અનાદિકાળથી વિષયોને પરાધીન વર્તે છે તે આત્માને સ્વાધીન એવા સ્વામિત્વ-પણામાં સ્થિર સ્થિરતર થાય. આથી જ શાલિભદ્રએ વિષયોનું દાસપણું છોડીને આત્માનો સ્વામિભાવ પ્રગટ કર્યો. તેમ આસન્નસિદ્ધિક જીવ શક્તિના પ્રકર્ષથી આત્માનો સ્વામિભાવ પ્રગટ કરે છે. II૯ગી અવતરણિકા :
ननु साम्प्रतं विशिष्टसंहननरहितैः कथमुद्यतते ? इति यो मन्यते तं प्रत्याहઅવતરણિકાર્ય :
નનુથી શંકા કરે છે – વર્તમાનમાં વિશિષ્ટ સંઘયણ રહિત એવા જીવો વડે કેવી રીતે ઉદ્યમ થાય ? એ પ્રમાણે જે માને છે, તેના પ્રત્યે કહે છે –
ગાથા -
होज्ज व न व देहबलं, धिइमइसत्तेण जइ न उज्जमसि । अच्छिहिसि चिरं कालं, बलं च कालं च सोयंतो ।।२९१।।