________________
૭૮
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૮૮-૨૮૯ દાસપણાને કેમ સ્વીકારે ? વસ્તુતઃ વિવેકી પુરુષે વિચારવું જોઈએ કે સમ્યગુધર્મ સેવીને હું મારા આત્મા ઉપર પ્રભુત્વ મેળવીશ તો ચાર ગતિના પરિભ્રમણરૂપ અને તેમાં થતી કદર્શનારૂપ અનર્થોની પ્રાપ્તિથી મારું રક્ષણ થશે, તેથી સ્વાધીન સુખને છોડીને પરાધીન સુખમાં યત્ન કરવો તે વિચારકને ઉચિત નથી. ૨૮૮ અવતરણિકા -
ननु यो ज्ञाततत्त्वो विलम्बं न करोति स कथं लक्ष्यत इत्यत्राहઅવતરણિતાર્થ -
નથી શંકા કરે છે – જે જણાવેલા તત્વવાળો વિલંબ કરતો નથી=સ્વામિત્વની પ્રાપ્તિમાં વિલંબ કરતો નથી. તે કેવી રીતે જણાય ? એ પ્રકારની શંકામાં કહે છે – ગાથા -
संसारचारए चारए व्व आवीलियस्स बंधेहिं ।
उविग्गो जस्स मणो, सो किर आसन्नसिद्धिपहो ॥२८९॥ ગાથાર્થ :
કેદખાનામાં બંધનો વડે બદ્ધ પુરુષની જેમ સંસારભ્રમણમાં જેનું મન ઉદ્વિગ્ન છે, તે ખરેખર આસન્નસિદ્ધિાથવાળો છે. ll૨૮૯II ટીકા :
चरणं चारः स एव चारकः, संसारे चारकः संसारचारको भवभ्रमणमित्यर्थः, तस्मिन् चारक इव बन्धनागार इवापीडितस्य निबद्धस्य बन्यै रज्ज्वादिजनितैरन्यत्र कर्ममयैरुद्विग्नं त्रस्तं यस्य मनश्चित्तं, 'यदुत कथमितो निःसरिष्यामि' स जीवः किलेत्याप्ता ब्रुवते आसन्नसिद्धिपथोऽभ्यर्णमोक्षमार्ग રૂતિ ૨૮૨ા ટીકાર્ય :
વરખ વાર . મોક્ષના તિ ચરણં=ચાર–એક ગતિમાંથી બીજી ગતિમાં જવા રૂપ ચાર છે જેમાં તે જ ચારક. સંસારમાં ચારક સંસારચારક છે=ભવભ્રમણ છે, તેમાં=ભવભ્રમણમાં, ચારકમાં જેમ=બંધનાગારમાં જેમ કેદખાનામાં જેમ, પીડાયેલા જીવતું=દોરડા આદિથી ઉત્પન્ન થયેલાં બંધનો વડે બંધાયેલા જીવનું, (મન ઉદ્વિગ્ન છે તેમ) અન્યત્ર=સંસારરૂપી કેદખાનામાં, કર્મમય બંધનોથી પીડાયેલા એવા જેનું મન=ચિત, ઉદ્વિગ્ન છે–ત્રસ્ત છે, કઈ રીતે ત્રસ્ત છે તે કુતથી બતાવે છે – કઈ રીતે હું અહીંથી નીકળે ? તે જીવ ખરેખર ! આસન્નસિદ્ધિપથવાળો છે=નજીક છે મોક્ષમાર્ગ જેને તેવો છે, વિયન શબદ આ પ્રમાણે આપ્ત પુરુષો કહે છે, તેને બતાવે છે. ર૮૯ો.