________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૯૩-૨૪ ટીકા :___ संहननकालबलदुष्षमारुगाऽऽलम्बनानि गृहीत्वा, यदुत किमद्य क्रियते ? नास्ति शारीरी शक्तिरिति संहननालम्बनं, नायं कालो दुर्भिक्षत्वान्नास्ति बलं मानसं धृतिरहितत्वात्, तथा दुष्षमा वर्त्तते, क्लिष्टा चेयमाख्याता भगवता प्रागेव, तथा किं कुर्मो रोगाक्रान्ता वयम्, एवम्भूतान्यालम्बनान्यलीकावष्टम्भानादाय, किं सर्वामेव कर्तुं शक्यामपि नियमधुरां संयमभारोद्वहनलक्षणां निरुद्यमात् शैथिल्यात् प्रकर्षेण मुञ्चन्ति प्रमुञ्चन्तीति ।।२९३।। ટીકાર્ય -
સંદન .... મનુષ્યન્તરિ સંઘયણ-કાળ-બળ-દુષમા રોગનાં આલંબનોને ગ્રહણ કરીને, કેવી રીતે આલંબનોને ગ્રહણ કરીને ? તે કુતથી બતાવે છે – અત્યારે શું કરી શકાય ? શારીરિક શક્તિ નથી, એ પ્રકારે સંઘયણનું આલંબન ગ્રહણ કરે છે. આ કાળ નથી; કેમ કે દુભિક્ષપણું છે, મનનું બળ નથી; કેમ કે ધૃતિરહિતપણું છે અને દુષમા સ્થિતિ વર્તે છે. ભગવાન વડે પહેલાં જ આ દુષમા સ્થિતિ ક્લિષ્ટ કહેવાઈ છે અને અમે શું કરીએ ? અમે રોગથી ઘેરાયેલા છીએ, આવા પ્રકારનાં મિથ્યા આલંબનોને ગ્રહણ કરીને શું ? એથી કહે છે – સર્વ જ કરવા માટે શક્ય એવી પણ, નિયમની ધુરાને=સંયમભાર વહન કરવારૂપ ધુરાને, વિરુધમથી=શૈથિલ્યથી, પ્રકર્ષથી ત્યાગ કરે છે અત્યંત ત્યાગ કરે છે. ll૧૯૩૫ ભાવાર્થ :
જીવમાં ગાઢ મૂચ્છ વર્તે છે, ત્યારે તો વિષયોને છોડીને આત્મકલ્યાણ વિષયક લેશ પણ વિચાર આવતો નથી, માત્ર ભોગવિલાસમાં જ જીવન સફળ જણાય છે. વળી કેટલાક જીવોને કર્મની કંઈક લઘુતા થાય તો ઉપદેશાદિને પામીને આત્મકલ્યાણના અર્થ થાય છે, તોપણ આત્મકલ્યાણનો યત્ન કષ્ટપ્રદ લાગે છે, ભોગમાર્ગ સુખાકારી જણાય છે. તેથી પોતાના આત્માને ઠગીને, સંઘયણ-કાળ આદિ નબળાં આલંબનો લઈને પોતાનાથી થઈ શકે એવી પણ નિયમની ધુરાને નિરુદ્યમથી ત્યાગ કરે છે. એ રીતે પોતાના આત્માનું અહિત કરે છે અર્થાત્ ભવના ઉચ્છેદને અનુકૂળ તપ અને સંયમમાં યત્ન કરતા નથી. ૨૩ અવતરણિકા -
बुद्धिमता पुनरेतदालोच्य यद् विधेयं तदाहઅવતરણિકાર્ય :ફરી આનું આલોચન કરીને બુદ્ધિમાન પુરુષે જે કરવું જોઈએ તેને કહે છે –