________________
૮
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૯૨ પ્રાપ્તિને, નહિ કરતો કર્મના પરાધીનપણાથી સદનુષ્ઠાન દ્વારા સફળતાને નહિ કરતો, અનાગત= ભવિષ્યકાળની, બીજી બોધિની પ્રાર્થના કરતો તારું શબ્દ સૂવા અર્થમાં નિપાત છે, અન્ય મતે વારંનો અર્થ તાન કહે છે, તેથી હમણાં બીજી બોધિને પ્રાર્થના કરતો તું કયા મૂલ્યથી પ્રાપ્ત કરશે?
અહીં આ ભાવના છે – બોધિનો લાભ થયે છતે તપ-સંયમના અનુષ્ઠાનમાં તત્પર જીવને પરલોકમાં વાસનાના વશથી તેની પ્રવૃત્તિ જ તપ-સંયમની પ્રવૃત્તિ જ, બોધિલાભ કહેવાય છે. તેના અનુષ્ઠાનથી રહિત જીવ=તપ-સંયમ અનુષ્ઠાનથી રહિત જીવને વળી વાસનાનો અભાવ હોવાથી કેવી રીતે તેની પ્રવૃત્તિ થાય? અર્થાત્ જન્માંતરમાં તેની પ્રવૃત્તિ થાય નહિ, તેથી બોધિલાભની અનુપપતિ થાય. આ થાય, શું થાય તે સ્પષ્ટ કરે છે, આ પ્રમાણે હોતે છતે આ બોધિલાભનો અસંભવ જ છે; કેમ કે ઉપસ્થત વાસનાનો અભાવ છે તપ-સંયમ-અનુષ્ઠાનપરને જ બોધિલાભની વાસના પડે છે, તેવી વાસનાનો અભાવ છે. આ પ્રકારની શંકાનો ઉત્તર આપે છે – એમ ન કહેવું; કેમ કે અનાદિ સંસારમાં રાધાવેધના ઉપમાનથી=રાધાવેધ સાધનારને આવડત નહિ હોવા છતાં ક્યારેક અનાભોગથી રાધાવેધ થાય છે, તેમ અનાભોગથી કોઈક રીતે કર્મક્ષયથી તેની પ્રાપ્તિ છે. વળી પ્રાપ્તિ થાય છd=બોધિ પ્રાપ્ત થયે છતે, અત્યંત યત્ન કરવો જોઈએ, એ પ્રકારે આનું પ્રસ્તુત ગાથાનું દંપર્ય છે. ર૯૨ાા ભાવાર્થ :
સંસારમાં જેઓ ગાઢ કર્મના ઉદયવાળા છે, તેઓને ધર્મની સન્મુખભાવ થતો નથી, પરંતુ કેટલાક જીવોનાં ક્લિષ્ટ કર્મો અલ્પ થયાં છે, તેથી ઉપદેશાદિના નિમિત્તને પામીને કંઈક ધર્મને અભિમુખ મનોવૃત્તિવાળા થયા છે, એથી વિચારે છે કે હું ભગવાન પાસે બોધિલાભની પ્રાર્થના કરીશ તો મને જન્માંતરમાં બોધિલાભ મળશે. જેનાથી હું સંસારથી નિસ્તારને પામીશ, વસ્તુતઃ બોધિલાભ એ તત્ત્વ પ્રત્યેનો તીવ્ર રાગ છે અને જેને તત્ત્વ પ્રત્યે તીવ્ર રાગ થયેલો હોય તે અવિરત સમ્યગ્દષ્ટિ હોય કે મુનિભાવને પામેલ હોય તોપણ શક્તિના પ્રકર્ષથી સૂક્ષ્મ તત્ત્વને જાણીને તેને આત્મામાં સ્થિર કરવા માટે યત્ન કરે તો તત્ત્વના પક્ષપાતના દઢ સંસ્કાર જન્માંતરમાં સાથે આવે છે. જેનાથી ફરી બોધિ પ્રાપ્ત થાય છે, જે પૂર્વના બોધિ કરતા વિશુદ્ધતર હશે અને આ રીતે વિશુદ્ધ વિશુદ્ધતર બોધિલાભની પ્રાપ્તિ દ્વારા સંસારનો ક્ષય થશે. આમ છતાં કેટલાક જીવોને સંસારના પરિભ્રમણને જોઈને બોધિલાભ પ્રત્યે કંઈક રુચિ થાય છે, છતાં વિષયોનું આકર્ષણ પણ પ્રચુર છે, તેથી વિચારે છે કે મને બોધિલાભની રુચિ થઈ છે, તેથી ભગવાન પાસે બોધિલાભની પ્રાર્થના કરીને જન્માંતરમાં ઉત્તમ બોધિને પ્રાપ્ત કરીશ, જેનાથી મારા ભવનો ક્ષય થશે. વર્તમાનમાં તો વિષયોના આકર્ષણને કારણે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે અને બોધિલાભની પ્રાર્થનાથી સંતોષ માને છે, તેવા જીવને ગ્રંથકારશ્રી કહે છે –
કંઈક બોધિને અભિમુખ જો તારું ચિત્ત થયું છે, તો બોધિને પામીને બોધિની વૃદ્ધિને અનુકૂળ ઉચિત અનુષ્ઠાન સેવવા દ્વારા જો તું બોધિને સફળ કરીશ નહિ તો પ્રાર્થના માત્રથી બોધિના સંસ્કારો પડતા