________________
ઉપરેશભાલા ભાગ-૨ | ગાથા-૨૯૧
ગાથાર્થ :
દેહબળ હોય અથવા ન હોય, વૃતિ-મતિ અને સત્વથી જો તું ઉધમ કરતો નથી, તો બળ અને કાળનો શોક કરતો ચિરકાળ બેઠો રહીશ. ll૨૯૧| ટીકા:__भवेद् वा न वा देहबलं कर्मायत्तत्वात् तस्य, धृतिर्मनःप्रणिधानं, मतिर्बुद्धिः, सत्त्वं चेतसोऽवष्टम्भः, धृतिश्च मतिश्च सत्त्वं चेति द्वन्द्वैकवद्भावस्तेन यदि नोद्यच्छसि त्वमिति शिष्यश्चोद्यते, तदा आसिष्यसे स्थास्यसि चिरं कालं बलं च शारीरं, कालं च दुष्पमालक्षणं शोचन, न शोकेन किञ्चित् त्राणं दैन्यवृद्धिः केवलमिति ।।२९१।। ટીકાર્ય :
ભવેત્ વા ... વનિિત | દેહબળ હોય અથવા ન હોય; કેમ કે તેનું કર્મને આધીનપણું છે, ઘુતિઃમનનું પ્રણિધાન, મતિ=બુદ્ધિ આત્મહિતને અનુકૂળ બુદ્ધિ, સત્વ=ચિત્તનો અવખંભ=મારે મારા આત્માનું હિત સાધવું છે, એવો સંકલ્પ, ધૃતિ-મતિ-સત્વ એ પ્રકારે દ્વએકવદ્દ ભાવ છે તેના વડે ધૃતિમતિ-સત્વ વડે, જો તું ઉધમ કરીશ નહિ, એ પ્રકારે શિષ્યને પ્રેરણા કરે છે, તો ચિરકાળ બળનો શારીરિક બળનો, કાળનોત્રદુષમારૂપ કાળનો શોક કરતો રહીશ, શોકથી કંઈ રક્ષણ થશે નહિ, કેવળ દીનતાની વૃદ્ધિ થશે. ૨૯૧ાા ભાવાર્થ :
કેટલાક યોગ્ય જીવો સંસારનું સ્વરૂપ જાણીને કલ્યાણના અર્થ બને છે, પરંતુ વિચારે છે કે વર્તમાનકાળમાં વિશિષ્ટ સંઘયણ વગરના એવા આપણાથી તે પ્રકારનો યત્ન થઈ શકે નહિ, જેથી પૂર્વના મહાપુરુષની જેમ હિત સાધી શકીએ. આ પ્રકારે ભાવન કરીને ઉચિત પ્રયત્નમાં અનુત્સાહી થાય છે અને જીવમાં વર્તતો મોહનો પરિણામ કોઈ નબળું આલંબન લઈને જીવને મોહને અનુકૂળ ઉદ્યમ કરવા પ્રેરણા કરે છે. આથી પોતાનું દેહબળ નબળું છે, તેમ વિચારીને ધર્મમાં નિરુત્સાહી થાય છે, પરંતુ પ્રાયઃ જીવો ધન અર્જન આદિમાં નિરુત્સાહી થતા નથી અને તેની પ્રાપ્તિ વગર સુખી થવાનો અન્ય ઉપાય નથી, તેમ વિચારીને તેમાં ઉદ્યમશીલ થાય છે. એવા જીવોએ સન્માર્ગમાં કઈ રીતે ઉદ્યમ કરવો જોઈએ, તે બતાવતાં કહે છે –
દેહબળ કર્મને આધીન છે. તેથી વર્તમાનકાળમાં કોઈને અધિક હોય, ઓછું હોય કે ન હોય, તોપણ પોતાની શક્તિ અનુસાર મોહ નાશ કરવાનો પરિણામ પોતાને આધીન છે. મોહનાશના ઉપાયોને સૂક્ષ્મ બુદ્ધિથી જાણવાને અનુકૂળ યત્ન કરાવે તેવી મતિ પણ પોતાને આધીન છે અને પોતાની મતિ અનુસાર તત્ત્વને જાણ્યા પછી દઢ પ્રણિધાનપૂર્વક આત્માને તત્ત્વથી સંપન્ન કરવા યત્ન કરવો, એ પ્રકારનું સત્ત્વ પણ પોતાને આધીન છે. આમ છતાં ધૃતિ, મતિ અને સત્ત્વનું અવલંબન લઈને જો પ્રમાદી જીવ યત્ન